ક્રિકેટ / ઓપનિંગ કરવી મારા માટે નવી વાત નથી: શુભમન ગિલ

Opening the innings nothing new to me: Shubman Gill

  • કિવિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ગિલ અને પૃથ્વી વચ્ચે મયંક અગ્રવાલના ઓપનિંગ પાર્ટનર બનવાની રેસ
  • ગિલે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે કે તેમને કોની પાસે ઓપનિંગ કરાવી છે, મારા અને પૃથ્વી વચ્ચે કોઈ તણાવ નથી
  • ગિલ મિડલઓર્ડર બેટ્સમેન છે, પરંતુ તેણે ન્યૂઝીલેન્ડ-A સામેની બીજી ટેસ્ટમાં ઓપનિંગ કરતા 136 રન કર્યા

Divyabhaskar.com

Feb 13, 2020, 03:20 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને પૃથ્વી શો વચ્ચે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વેલિંગ્ટન ખાતે બીજા ઓપનર તરીકે રમવાની સ્પર્ધા ચાલી રહે છે. મયંક અગ્રવાલનું સ્થાન ટીમમાં નક્કી છે, તેવામાં તેની સાથે ગિલ ઓપનિંગ કરશે કે પૃથ્વી તે જોવાનું છે. ગિલે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે કે તેમને મયંક સાથે કોની પાસે ઓપનિંગ કરાવી છે. મારા અને પૃથ્વી વચ્ચે આ બાબતે કોઈ તણાવ નથી. અમારા બંનેમાંથી જેને પણ રમવા મળશે તે તકનો ફાયદો ઉઠાવશે. અમારા કરિયરની શરૂઆત સાથે થઇ હતી. બંનેએ અત્યાર સુધી વિવિધ લેવલે સારું પ્રદર્શન કર્યું છે. ટીમ મેનેજમેન્ટ નક્કી કરશે કે કોણ રમે છે.

પૃથ્વી શો નેચરલ ઓપનર છે, જ્યારે ગિલ ચોથા સ્થાને રમતો આવ્યો છે. ઓપનિંગ બેટિંગ વિશે તેણે કહ્યું કે, હું ઓપનિંગ કરી શકું છું. આ મારા માટે કોઈ પડકાર નથી. ચોથા ક્રમે બેટિંગ કરું ત્યારે બે વિકેટ પડી ગઈ હોય છે અને પરિસ્થિતિ મુજબ રમવાનું હોય છે. જ્યારે ઓપનિંગ વખતે ટીમ માટે ગેમ સેટ કરવાની હોય છે. જેથી આવનારા બેટ્સમેન સરળતાથી રન બનાવી શકે.

તેણે કહ્યું કે, મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતી વખતે પણ નવા બોલનો સામનો કરવાનો હોય છે. મિડલ ઓર્ડરમાં તમે બેટિંગ કરવા આવો, તેના થોડા સમય પછી નવો બોલ આવતો હોય છે અને તમારે ઓપનરની માફક ઇનિંગ્સની શરૂઆત કરતા હો તેમ સેટ થવું પડે છે. મારા માટે ઓપનિંગ કરવી નવી વાત નથી.

ન્યૂઝીલેન્ડ-A સામે ગિલે 2 ટેસ્ટમાં 423 રન કર્યા

તાજેતરમાં ઇન્ડિયા-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચે 2 ટેસ્ટ રમાઈ હતી. ગિલે સીરિઝમાં શાનદાર દેખાવ કરતા 2 ટેસ્ટની 3 ઇનિંગ્સમાં 211.5ની એવરેજથી 423 રન કર્યા હતા. તેણે આ દરમિયાન એક બેવડી સદી, એક સદી અને એક ફિફટી મારી હતી. ગિલે પ્રથમ મેચમાં ચોથા ક્રમે 83 અને 204* રન કર્યા હતા. જ્યારે બીજી ટેસ્ટમાં ઓપનિંગ કરતા 136 રન ફટકારીને પોતાનો દાવો રજૂ કર્યો હતો.

X
Opening the innings nothing new to me: Shubman Gill

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી