ક્રિકેટ / વિરાટ કોહલીએ ડેબ્યુ કર્યું ત્યારથી વન-ડે અને ટી-20માં તેનાથી વધુ રન કોઈએ નથી બનાવ્યા

No one has scored more runs in ODIs and T20s than Virat since his debut

  • વિરાટ કોહલીએ વિન્ડિઝ વિરુદ્ધ બીજી વન-ડેમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને 59 રને જીત અપાવી 
  • કોહલીએ 18 ઓગસ્ટ 2008થી કારકિર્દીની પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી હતી

Divyabhaskar.com

Aug 13, 2019, 10:21 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વન-ડેમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ કોહલીની ઈન્ટરનેશનલ વન-ડેની 42મી સદી હતી. તેણે પહેલી વન-ડે 18 ઓગસ્ટ 2008ના રોજ રમી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વન-ડે-ટી-20માં તેનાથી વધુ રન કોઈ ખેલાડી બનાવી શક્યો નથી. કોહલીએ વન-ડેમાં 11,406 રન બનાવ્યા. અન્ય કોઈ બેટ્સમેન 9 હજાર રનનો આંકડે પહોંચી શક્યો નથી. કોહલી ટી-20માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. 11 વર્ષમાં કોહલીએ 42માંથી 24 સદીમાં ટીમને જીત મળી છે. એ વખતે 8,223 રન બનાવ્યા હતા. ટીમની જીત અને તેમાં સદીના મામલામાં અમલા 24 સદી સાથે બીજા નંબરે છે. રોહિત (20 સદી) ત્રીજા, એબી ડિવિલર્સ (18 સદી) ચોથા અને તિલકરત્ને દિલશાન (17 સદી) સાથે પાંચમા નંબરે છે.

ખેલાડી ઇનિંગ્સ રન સદી
વિરાટ કોહલી 229 11406 42
રોહિત શર્મા 188 8205 27
હાશિમ અમલા 178 8088 27
કુમાર સંગાકારા 172 7494 15
એબી ડિવિલિયર્સ 154 7430 22

વિરાટ કોહલીની વિન્ડિઝમાં ત્રીજી સદી, દેશ બહાર સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી
કોહલીએ વિન્ડિઝમાં ત્રીજી સદી ફટાકારી હતી. વિન્ડિઝમાં વિદેશી ખેલાડી દ્વારા સદીના મામલામાં કોહલી સંયુક્ત રીતે નં.1 પર છે. 11 વર્ષમાં વિદેશમાં પણ રન બનાવવામાં કોહલી અવ્વલ છે. કોહલી અને પાક.ના મોહમ્મદ હાફિઝે 96-96 રનની ઈનિંગ ખેલી, પરંતુ કોહલીએ 4,695 રન બનાવ્યા, હાફિઝે 3,376 રન બનાવી શક્યા. ધોની 3314 રન બનાવીને ત્રીજા નંબરે છે.

ક્વિન્સ પાર્કમાં સતત પાંચમી મેચમાં વિન્ડિઝને હરાવીને સરસાઈ મેળવી
ભારતે બીજી વન-ડેમાં વિન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 59 રને હરાવ્યું. ટીમે ક્વિન્સ પાર્ક ગ્રાઉન્ડમાં પાંચમી મેચમાં વિન્ડિઝને હરાવ્યું. ભારત પહેલા રમવાનું નક્કી કર્યું. કોહલીએ 120 રન સિવાય શ્રેયસે 71 રનની ઈનિંગ ખેલી. વિન્ડિઝને 46 ઓવરમાં 270 રનનું લક્ષ્યાંક મળ્યું હતું, ટીમ 42 ઓવરમાં 210 રન બનાવીને આઉટ થઈ. ગેલે 11 રન બનાવ્યા. ભુવનેશ્વર કુમારે 31 રન આપીને ચાર વિકેટ લીધી.

દેશ બહાર સીરિઝ જીતવી હંમેશા ટીમ માટે મહત્ત્વપૂર્ણ: ભુવનેશ્વર
મેચ પછી ભુવનેશ્વરે કહ્યું કે, કોહલી હંમેશા મોટા સ્કોર માટે ઓળખાય છે, પરંતુ તેઓ છેલ્લા કેટલાક સમયથી સદી નથી બનાવી શકતા. અનેકવાર તેઓ 70-80 રને આઉટર થઈ ગયા. સદી પછી કોહલીએ મનાવેલા જશ્નથી પણ તેમની ખુશીનો અંદાજ લગાવી શકાય છે. તેમણે કહ્યું કે, કોહલીએ ઈનિંગ પછી કહ્યું હતું કે, બૉલ જૂનો થયા પછી બેટિંગ કરવી સરળ રહશે. પૂરનની વિકેટ સૌથી મહત્ત્વની રહી.

X
No one has scored more runs in ODIs and T20s than Virat since his debut
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી