• Home
  • Sports
  • Cricket
  • Latest News
  • Women's Cricket: Surat to host International Series for the first time, 5 T20s between India and South Africa in September October

વુમન્સ ક્રિકેટ / સુરત પહેલી વાર ઇન્ટરનેશનલ સીરિઝની યજમાની કરશે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ટી-20

Women's Cricket: Surat to host International Series for the first time, 5 T20s between India and South Africa in September-October

  • સપ્ટેમ્બર 25, 27, 30 અને ઓક્ટોબર 3 અને 5ના રોજ મેચો રમાશે
  • આ માટે લાલ ભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે 12 પિચો તૈયાર કરવામાં આવી છે, બધી મેચો ડે-નાઈટ હશે

Divyabhaskar.com

Aug 16, 2019, 03:30 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (SDCA) પહેલી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ સીરિઝની યજમાની કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન 5 મેચની ટી-20 સીરિઝ સુરત ખાતે રમાશે. આ બધી મેચો ડે-નાઈટ હશે અને લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે આ માટે 12 પિચો તૈયાર કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 25, 27, 30 અને ઓક્ટોબર 3 અને 5ના રોજ મેચોનું રમાશે.

SDCAના કોષાધ્યક્ષ મયંક દેસાઈએ કહ્યું હતું કે, સ્ટેડિયમમાં 384 લાઇટ્સ સાથે 12 પોલ જે 1500 વોટની ઈલેક્ટ્રીસીટી આપે છે તે તૈયાર છે. મેચમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જળવાય રહે તે માટે અમે પૂરતી તૈયારી કરી છે. 5 ટી-20 પહેલા બંને ટીમ 2 અભ્યાસ મેચ પણ રમશે. દેસાઈએ વધુ ઉમેરતા કહ્યું હતું કે બીસીસીઆઈના પિચ ક્યુરેટર પિચની તૈયારીઓનું નિરીક્ષણ કરશે.

SDCA છેલ્લા 10 વર્ષથી બીસીસીઆઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના આયોજન માટે આવેદન કરી રહ્યું હતું, પરંતુ તેમને એક પણ ઇન્ટરનેશનલ મેચ મળી ન હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અમદાવાદને જ બધી મેચો ફાળવતું હતું. આ વર્ષે રાહુલ દ્રવિડે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તે ગ્રાઉન્ડના સ્ટાન્ડર્ડથી પ્રભાવિત થયો હતો.

લાલભાઈ કોન્ટ્રાકટ સ્ટેડિયમમાં 8 હજાર લોકો મેચનો લુફ્ત ઉઠાવી શકે છે. તેમજ કામચલાઉ રીતે બેઠક ક્ષમતા 20 હજારની કરવામાં આવી શકે છે. દેસાઈએ કહ્યું હતું કે જેમ સુરતમાં પહેલી વખત ફ્લાઇટ આવી હતી, તેમ આ ક્રિકેટની શરૂઆત છે. ક્રિકેટ મેચો ટીવી પર ટેલિકાસ્ટ થશે તે પછી અમને ખાતરી છે કે સુરતમાં વધુને વધુ ઇન્ટરનેશનલ મેચો યોજાશે.

X
Women's Cricket: Surat to host International Series for the first time, 5 T20s between India and South Africa in September-October
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી