ક્રિકેટ / ધોનીની પત્ની સાક્ષીએ ટ્વીટ કરીને કહ્યું કે, નિવૃત્તિના સમાચાર માત્ર અફવા છે

Will Mahendra Singh Dhoni announce his retirement at 7pm? Kohli's tweet sparked debate

  • કોહલીએ ગુરુવારે સવારે ધોની સાથે 2016ના ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચનો ફોટો શેર કર્યો
  • કોહલીએ ટ્વીટમાં લખ્યું કે, હું આ મેચ ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને ફિટનેસ ટેસ્ટ ચાલતી હોય તેમ દોડાવ્યો હતો

Divyabhaskar.com

Sep 12, 2019, 06:49 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ કપ્તાન એમએસ ધોનીની પત્ની સાક્ષીએ ટ્વીટ કરીને નિવૃત્તિની ચર્ચાનો અંત લાવી દીધો છે. સાક્ષીએ ટ્વીટમાં લખ્યું કે, આને અફવા કહેવાય છે. જયારે મુખ્ય સિલેક્ટર એમએસ કે પ્રસાદે એમએસ ધોનીની નિવૃત્તિની અંગે તેના થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, અમને આ અંગે કોઈ જાણકારી નથી, તેમજ અમારી તેની સાથે કોઈ વાત થઇ નથી.

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ગુરુવારે ધોની સાથે 2016ના ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચનો ફોટો શેર કર્યો હતો. તેણે ટ્વીટ કરતા લખ્યું કે, આ મેચ હું ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને ફિટનેસ ટેસ્ટ ચાલતી હોય તેમ દોડાવ્યો હતો. આજે સાંજે 7 વાગે બીસીસીઆઈ આ અંગે જાહેરાત કરે તે ચર્ચાએ જોર પકડ્યું હતું.

કોહલીએ અત્યારે ટ્વીટ કેમ કરી?
કોહલીની ટ્વીટ પછી સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે કે, ધોની બહુ જલ્દી નિવૃત્તિ જાહેર કરી શકે તેમ છે. જોકે હજી આ અંગે ધોની અને બીસીસીઆઈએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી 2014માં નિવૃત્તિ લીધી હતી. તે પછી 2017માં વનડેમાં કપ્તાન પદેથી નિવૃત્તિ લીધી હતી. તે પછી ધોની બેટ સાથે ખાસ કમાલ કરી શક્યો નથી. જોકે તે આજની તારીખમાં પણ સ્ટમ્પ પાછળ ભારતનો શ્રેષ્ઠ કીપર છે. તેણે અવારનવાર ડિસિઝન રિવ્યુ સિસ્ટમનો સચોટ ઉપયોગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી છે.

લોકોની પ્રતિક્રિયા

X
Will Mahendra Singh Dhoni announce his retirement at 7pm? Kohli's tweet sparked debate
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી