રેકોર્ડ મશીન / વિરાટ કોહલી એક દાયકામાં 20 હજાર ઇન્ટરનેશનલ રન કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો

Virat Kohli became the first cricketer to score 20,000 international runs in a decade
Virat Kohli became the first cricketer to score 20,000 international runs in a decade
X
Virat Kohli became the first cricketer to score 20,000 international runs in a decade
Virat Kohli became the first cricketer to score 20,000 international runs in a decade

 • વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝમાં સતત ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો
 • કેપ્ટન તરીકે કોહલી સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી હવે રિકી પોન્ટિંગ (22)થી માત્ર 1 સદી પાછળ છે

Divyabhaskar.com

Aug 15, 2019, 05:07 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે 3 મેચની સીરિઝમાં ધાર્યા પ્રમાણે વિન્ડીઝને હરાવીને 2-0થી જીત મેળવી હતી. પ્રથમ મેચ વરસાદના લીધે રદ થઇ હતી. તે પછીની બંને જીતમાં કેપ્ટન વિરાટ કોહલીનો સિંહફાળો હતો. તેણે રનચેઝ દરમિયાન સતત બે સદી(કરિયરની 42મી અને 43મી) ફટકારી હતી. 2 મેચમાં 234ની એવરેજથી એટલા જ રન કરનાર કોહલી મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો. તે ઉપરાંત કોહલી એક દાયકામાં 20 હજાર ઇન્ટરનેશનલ રન કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો. એક નજર કરીએ કોહલીએ બનાવેલા તમામ રેકોર્ડ્સ પર:

વિરાટ વિન્ડીઝમાં સતત ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન

1. કોહલી અમલા કરતા 4833 રન અને 20 સદી આગળ

ખેલાડી દાયકો મેચ ઇનિંગ્સ નોટઆઉટ રન એવરેજ સદી
વિરાટ કોહલી 2010-2019 371 413 62 20018 57.03 67
હાશિમ અમલા 2010-2019 286 345 29 15185 48.05 47
કેન વિલિયમ્સન 2010-2019 279 325 33 13776 47.17 33
જો રૂટ 2010-2019 257 316 38 13552 48.74 32
એબી ડિવિલિયર્સ 2010-2018 250 280 44 12820 54.32 34

કોહલી પછી એક દાયકમાં સૌથી વધુ ફટકારવાના મામલે હાશિમ અમલા બીજા સ્થાને આવે છે. તે કોહલી કરતા 4833 પાછળ છે અને નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ સૂચિમાં કેન વિલિયમ્સન, જો રૂટ અને એબી ડિવિલિયર્સ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે આવે છે. અમલાએ કોહલી કરતા 20 સદી ઓછી મારી છે. જયારે કેન, રૂટ અને એબીએ અનુક્રમે 34, 35 અને 33 સદી ઓછી મારી છે. સ્પષ્ટ છે કે કોહલી એક દાયકાથી તમામ ફોર્મેટમાં વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન છે.

2. કોહલી વેસ્ટ ઇન્ડિઝમાં સૌથી વધુ સદી ફટકારનાર વિદેશી બેટ્સમેન બન્યો
 • વિરાટ વિન્ડીઝમાં સતત ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેણે 2017માં કિંગ્સ્ટન ખાતે અણનમ 111 રન કર્યા હતા. તે પછી ગઈ મેચ પોર્ટ ઓફ સ્પેન ખાતે 120 રન અને આ મેચમાં પણ પોર્ટ ઓફ સ્પેન ખાતે જ 114 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝમાં સૌથી વધુ સદી ફટકારનાર વિદેશી બેટ્સમેન: 

 • 4: વિરાટ કોહલી
 • 3: મેથ્યુ હેડન
 • 3: હાશિમ અમલા
 • 3: જો રૂટ
3. કેપ્ટન કોહલી દર 3.62 ઇનિંગ્સમાં એક સદી મારે છે

વનડેમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી: 

 • 22: રિકી પોન્ટિંગ  (220 ઇનિંગ્સ)
 • 21: વિરાટ કોહલી (76) *
 • 13: એબી ડિવિલિયર્સ (98)
 • 11: સૌરવ ગાંગુલી (143)

કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી હવે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગથી માત્ર 1 સદી પાછળ છે. નોંધ લેવા જેવી વાત એ છે કે કોહલીએ કેપ્ટન તરીકે 76 ઇનિંગ્સમાં 21 સદી મારી છે. દર 3.62 ઇનિંગ્સમાં એક સદી. જયારે પોન્ટિંગે દર 10 ઇનિંગ્સમાં એક સદી મારી હતી. કોહલીએ પોન્ટિંગ કરતા લગભગ ત્રણ ગણી ઝડપે સદી મારી છે.

4. એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી: સચિન કરતા અર્ધી ઇનિંગ્સ રમીને તેની બરોબરી કરી

વનડેમાં એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી:

 • 9: વિરાટ કોહલી વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ ( 35 ઇનિંગ્સ)
 • 9: સચિન તેંડુલકર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ( 70 ઇનિંગ્સ)
 • 8: વિરાટ કોહલી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (35)
 • 8: વિરાટ કોહલી વિરુદ્ધ  શ્રીલંકા (46)
 • 8: સચિન તેંડુલકર વિરુદ્ધ શ્રીલંકા (80) 

સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 70 ઇનિંગ્સમાં 9 સદી ફટકારી હતી. કોહલીએ વિન્ડીઝ વિરુદ્ધ 9 સદી મારી તેની બરોબરી કરી છે. રસપ્રદ વાત એ છે કે કોહલીએ સચિન કરતા અર્ધી (35) ઇનિંગ્સમાં આ કીર્તિમાન મેળવ્યું છે. 

વિરાટ કોહલીએ:

 • રાહુલ દ્રવિડની છેલ્લી વનડેમાં - 2011માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ કાર્ડિફ ખાતે 107 રન કર્યા
 • સચિન તેંડુલકરની છેલ્લી વનડેમાં - 2012માં પાકિસ્તાન વિરુદ્ધ ઢાકા ખાતે 183 રન કર્યા 
 • ક્રિસ ગેલની અંતિમ વનડેમાં: 2019માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રિનિદાદ ખાતે 114* રન કર્યા
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી