દુઃખદ / ભારતના પૂર્વ ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર વીબી ચંદ્રશેખરે આત્મહત્યા કરી

X

Divyabhaskar.com

Aug 16, 2019, 01:24 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર વીબી ચંદ્રશેખરે ગુરુવારે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. 57 વર્ષીય ચંદ્રશેખરની લાશ તેના બેડરૂમમાંથી મળી હતી. તેણે પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. અગાઉ એવા સમાચાર હતા કે હાર્ટએટેકના લીધે તેનું નિધન થયું છે, જોકે પોલીસે આત્મહત્યાની વાત કન્ફર્મ કરી હતી.

વીબીએ તમિલનાડુ પ્રીમિયર લીગમાં 3 કરોડ ઈન્વેસ્ટ કર્યા હતા, બેન્ક તરફથી નોટિસ મળી હતી

  • ચંદ્રશેખરે ભારત માટે 1988થી 1990 દરમિયાન 7 વનડેમાં 88 રન કર્યા હતા. ડોમેસ્ટિક લેવલે તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેણે 81 મેચમાં 4999 રન કર્યા હતા અને 237 નોટઆઉટ તેનો હાઈએસ્ટ સ્કોર રહ્યો હતો.
  • તેના પરિવાર અનુસાર વીબી ક્રિકેટિંગ બિઝનેસમાં નુકસાનના લીધે અપસેટ હતો. તમિલનાડું પ્રીમિયર લીગમાં તે 'વીબી કાંચી વિરન્સ'નો મલિક હતો. તે ઉપરાંત તેનું પોતાનું કોચિંગ સેન્ટર પણ હતું. ઓફિસર સેન્થીલ મુરુગને કહ્યું હતું કે તેના બેડરૂમમાંથી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. 
  • મુરુગને વધુ ઉમેરતા કહ્યું કે, ચંદ્રશેખરની પત્નીએ ઘણો સમય દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેણે રૂમ ખોલ્યો ન હતો. તે પછી તેણે બારીમાંથી જોયું વીબીને પંખા પર લટકેલો જોયો હતો. તેની પત્નીએ અમને ક્રિકેટમાં તેના નુકસાન વિશે પણ જાણ કરી હતી.
  • વીબીએ તમિલનાડું પ્રીમિયર લીગમાં 3 કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હતા. તેને બેન્ક તરફથી આ અંગે નોટિસ પણ મળી હતી. તે ઉપરાંત તેણે પોતાનું ઘર પણ ગીરવી મૂક્યું હતું. વીબીએ આત્મહત્યા કર્યા પહેલા સાંજે 5:45 વાગે પરિવાર સાથે અંતિમ વખત ચા પીધી હતી.
  • ભારતના પૂર્વ ક્રિકેર્ટર સુબ્રમણિયમ બદ્રિનાથે કહ્યું હતું કે આ ખબર સાંભળીને મને આઘાત લાગ્યો છે. હું થોડા દિવસ પહેલાજ તેમને મળ્યો હતો. તેઓ ફિટ હતા અને બધું બરોબર હોય તેમ જણાતું હતું. હું માની નથી શકતો કે આવું થઇ ગયું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી