આઇપીએલ 2020 / કુંબલે કિંગ્સ ઇલેવન પંજાબના કોચ બન્યા, ટૂર્નામેન્ટમાં આ પદ પર એકમાત્ર ભારતીય

અનિલ કુંબલે. (ફાઈલ ફોટો)
અનિલ કુંબલે. (ફાઈલ ફોટો)

  • અનિલ કુંબલે 2016થી 2017 દરમિયાન ભારતીય ટીમનો હેડ કોચ હતા
  • કિંગ્સ ઇલેવન પંજાબે સતત પાંચમી સીઝનમાં કોચ બદલ્યો, કુંબલે હેસનની જગ્યા લેશે
  • જોર્જ બેલીને બેટિંગ, જોન્ટી રોડ્સને ફિલ્ડિંગ અને કર્ટની વોલ્શને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા

Divyabhaskar.com

Oct 11, 2019, 05:42 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અનિલ કુંબલે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ તરીકે ફરજ નિભાવશે. કુંબલે ન્યૂઝીલેન્ડના માઈક હેસનને રિપ્લેસ કરશે. હેસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ડાયરેક્ટર બનાવવામાં આવ્યો છે. કુંબલે 2016થી 2017 દરમિયાન ભારતીય ટીમના હેડ કોચ હતા. કુંબલે આ ટૂર્નામેન્ટમાં હેડ કોચ તરીકે ફરજ નિભાવનાર એકમાત્ર ભારતીય છે.

જોર્જ બેલીને બેટિંગ કોચ બનાવાયો
કિંગ્સ ઇલેવન પંજાબના પૂર્વ કપ્તાન જોર્જ બેલીને બેટિંગ કોચ બનાવામાં આવ્યો છે. તેની કપ્તાનીમાં ટીમ 2014માં પહેલી વાર ફાઇનલમાં પહોંચી હતી. ભારતના પૂર્વ સ્પિનર સુનિલ જોશીને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જ્યાર દક્ષિણ આફ્રિકાનો જોન્ટી રોડ્સને ફિલ્ડિંગ કોચ અને કર્ટની વોલ્શને બોલિંગ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કિંગ્સ ઇલેવનની ટીમ 2008 અને 2014માં સેમિફાઇનલ રમી હતી
કિંગ્સ ઈલેવને સતત પાંચમી સીઝનમાં કોચ બદલ્યો છે. આ પહેલા 2014થી 2016 સુધી સંજય બાંગર ટીમનો કોચ હતો. બાંગર પછી 2017માં વિરેન્દ્ર સહેવાગને કોચ બનાવવામાં આવ્યો હતો. 2018માં બ્રેડ હોજ અને 2019માં માઈક હેસનને કોચિંગ સોંપવામાં આવી હતી. ટીમ 2014માં પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી. તે પછી 2015 અને 2016માં આઠમા, 2018માં સાતમા અને 2019માં છઠા સ્થાને રહી હતી. પંજાબની ટીમ માત્ર 2008 અને 2014માં સેમિફાઇનલ સુધી પહોંચી હતી. કુંબલે ત્રીજી વાર આઇપીએલમાં કોઈ ટીમ સાથે જોડાયો છે. 2008માં તે બેંગ્લોર માટે રમતો હતો, તેમજ તેમની કપ્તાની પણ કરી હતી. 2013માં તે મુંબઈ ઇન્ડિયન્સ સાથે મેન્ટર તરીકે જોડાયા હતા, 2015માં તેમણે પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું.

X
અનિલ કુંબલે. (ફાઈલ ફોટો)અનિલ કુંબલે. (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી