ત્રીજી વનડે / વિરાટ કોહલીએ 43મી સદી ફટકારી, ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે સતત 9મી સીરિઝ જીત્યું

India vs West Indies third odi live updates
India vs West Indies third odi live updates
India vs West Indies third odi live updates
India vs West Indies third odi live updates
India vs West Indies third odi live updates
ક્રિસ ગેલ ગઈ મેચમાં 45 નંબરની જર્સી સાથે રમ્યો હતો. આજે પોતાની 301મી વનડેમાં તે 301 નંબરની જર્સી સાથે રમી રહ્યો છે. શું આ તેની છેલ્લી મેચ સાબિત થશે?
ક્રિસ ગેલ ગઈ મેચમાં 45 નંબરની જર્સી સાથે રમ્યો હતો. આજે પોતાની 301મી વનડેમાં તે 301 નંબરની જર્સી સાથે રમી રહ્યો છે. શું આ તેની છેલ્લી મેચ સાબિત થશે?
India vs West Indies third odi live updates

 • ભારતે ત્રીજી વનડેમાં ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે હરાવ્યું
 • વિન્ડીઝે 35 ઓવરમાં 7 વિકેટે 240 રન કર્યા, જવાબમાં ભારતે 32.3 ઓવરમાં 4 વિકેટે 256 રન કર્યા 
 • વરસાદના લીધે મેચ 35 ઓવરની કરવામાં આવી હતી, ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતને 255 રનનો ટાર્ગેટ મળ્યો હતો

Divyabhaskar.com

Aug 15, 2019, 03:56 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતેની ત્રીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે હરાવીને 2-0થી સીરિઝ પોતાના નામે કરી હતી. ભારત વિન્ડીઝ વિરુદ્ધ સતત 9મી સીરિઝ જીત્યું હતું. વરસાદના લીધે 35 ઓવરમાં 255 રનચેઝ કરતા ભારતે 15 બોલ બાકી રાખીને 6 વિકેટે મેચ જીતી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ્સ રમતા કરિયરની 43મી સદી ફટકારી હતી. તેણે 99 બોલમાં 14 ચોક્કાની મદદથી 114* રન કર્યા હતા. તેનો સાથે આપતા શ્રેયસ ઐયર 41 બોલમાં 5 છગ્ગા અને 3 ચોક્કાની મદદથી 65 કરીને સતત બીજી મેચમાં ફિફટી મારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી.

ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે સતત 9મી સીરિઝ જીત્યું:

 • 3-1, 2006/07 (ભારતમાં)
 • 2-1, 2009 (વેસ્ટ ઇન્ડિઝમાં)
 • 3-2, 2011 (વેસ્ટ ઇન્ડિઝમાં)
 • 4-1, 2011/12 (ભારતમાં)
 • 2-1, 2013/14 (ભારતમાં)
 • 2-1, 2014/15 (ભારતમાં)
 • 3-1, 2017 (વેસ્ટ ઇન્ડિઝમાં)
 • 3-1, 2018/19 (ભારતમાં)
 • 2-0, 2019 (વેસ્ટ ઇન્ડિઝમાં)

વનડેમાં એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી:

 • 9: વિરાટ કોહલી વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ ( 35 ઇનિંગ્સ)
 • 9: સચિન તેંડુલકર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ( 70 ઇનિંગ્સ)
 • 8: વિરાટ કોહલી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (35)
 • 8: વિરાટ કોહલી વિરુદ્ધ શ્રીલંકા (46)
 • 8: સચિન તેંડુલકર વિરુદ્ધ શ્રીલંકા (80)

વિન્ડીઝે ભારતને 255 રનનો લક્ષ્યાંક આપ્યો

વેસ્ટ ઈન્ડિઝે સીરિઝની અંતિમ વનડેમાં ભારતેને 35 ઓવરમાં 255 રનનો લક્ષ્યાંક આપ્યો છે. વરસાદના લીધે વિલંબ પછી મેચ 35 ઓવરની કરવામાં આવી હતી. વિન્ડીઝે 35 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 240 રન કર્યા હતા. તેમના માટે પોતાની છેલ્લી વનડે રમી રહેલા ક્રિસ ગેલે સર્વાધિક 72 રન કર્યા હતા. ભારત માટે ખલીલ અહેમદે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2, જયારે યૂઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.

ઓપનર્સે અપાવી શાનદાર શરૂઆત: વિન્ડીઝે પ્રથમ વિકેટ માટે 10.5 ઓવરમાં 115 રન કર્યા હતા. ક્રિસ ગેલ પોતાની સંભવત છેલ્લી વનડે ઇનિંગ્સ રમી ચૂક્યો છે. તેણે પોતાના માભા પ્રમાણે બેટિંગ કરતા 41 બોલમાં 8 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 72 રન કર્યા હતા. તે પોતાની 54મી ફિફટી ફટકારી અહેમદની બોલિંગમાં મીડ-ઓફ પર કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.

એવીન લુઈસ યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લોન્ગ-ઓન પર શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 29 બોલમાં 5 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 43 રન કર્યા હતા. વિન્ડીઝના ઓપનર્સે 35 ઇનિંગ્સ પછી ઘરઆંગણે 100 રનની ભાગીદારી કરી હતી.

વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ 10 ઓવરમાં:

 • 114 રન- પ્રથમ બેટિંગ કરતા કોઈ પણ ટીમનો સૌથી વધુ સ્કોર
 • 8 સિક્સ- પ્રથમ બેટિંગ કરતા કોઈ પણ ટીમે ફટકારેલી સૌથી વધુ સિક્સ

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ લીધી

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામેની ત્રીજી વનડેમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. વિન્ડીઝે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કીમો પોલ અને ફેબિયન એલેન શેલ્ડન કોટરેલ અને ઓશેન થોમસની જગ્યાએ રમી રહ્યા છે. જ્યારે ભારતની ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલ રમી રહ્યો છે.

ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. પહેલી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે બીજી મેચ ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 59 રને જીતી હતી. ભારત 2006થી વિન્ડીઝ સામે બાઈલેટરલ સીરિઝ હાર્યું નથી અને આજે સતત 9મી સીરિઝ પોતાના નામે કરી શકે છે.

ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને ખલીલ અહેમદ

વેસ્ટ ઇન્ડિઝની પ્લેઈંગ 11: જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, કાર્લોસ બ્રેથવેટ, ફેબયીન એલેન, કીમો પોલ અને કેમર રોચ​

X
India vs West Indies third odi live updates
India vs West Indies third odi live updates
India vs West Indies third odi live updates
India vs West Indies third odi live updates
India vs West Indies third odi live updates
ક્રિસ ગેલ ગઈ મેચમાં 45 નંબરની જર્સી સાથે રમ્યો હતો. આજે પોતાની 301મી વનડેમાં તે 301 નંબરની જર્સી સાથે રમી રહ્યો છે. શું આ તેની છેલ્લી મેચ સાબિત થશે?ક્રિસ ગેલ ગઈ મેચમાં 45 નંબરની જર્સી સાથે રમ્યો હતો. આજે પોતાની 301મી વનડેમાં તે 301 નંબરની જર્સી સાથે રમી રહ્યો છે. શું આ તેની છેલ્લી મેચ સાબિત થશે?
India vs West Indies third odi live updates
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી