તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • India Vs South Africa Second Test Day Two Live Updates

બીજા દિવસના અંતે દ. આફ્રિકા 36/3, ભારતથી 565 રન પાછળ, કોહલી સાત બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ભારતે 601/5 દાવ ડિક્લેર કર્યો, કોહલીએ 254 * અને અગ્રવાલ 108 રન કર્યા, જાડેજા 9 રન માટે સદી ચૂક્યો
 • વિરાટ કોહલીએ કરિયરની સાતમી બેવડી સદી ફટકારી, ભારત તરફથી સૌથી વધુ, ઓલટાઈમ લિસ્ટમાં ચોથા સ્થાને
 • કોહલીએ 9મી વાર 150થી વધુનો સ્કોર કર્યો , ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનનો ટેસ્ટમાં 8 વાર 150થી વધુનો રેકોર્ડ તોડ્યો
 • કોહલી સ્ટીફન ફ્લેમિંગ, એલિસ્ટર કુક અને સ્ટીવ વો પછી કપ્તાન તરીકેની 50મી ટેસ્ટમાં સદી મારનાર ચોથો ખેલાડી બન્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ પુણે ખાતેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે. ભારતે પ્રથમ દાવમાં વિરાટ કોહલીના અણનમ 254, મયંક અગ્રવાલના 115 રન, તેમજ રવિન્દ્ર જાડેજા (91), અજિંક્ય રહાણે (59) અને ચેતેશ્વર પુજારા (58)ની ફિફટી થકી 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 36 રન કર્યા છે. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. નાઈટ વોચમેન એનરિચ નોર્ટજે અને બ્રૂઇન ક્રિઝ પર ઉભા છે. ભારત માટે ઉમેશ યાદવે 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી હતી.

ભારતે 601/5 દાવ ડિક્લેર કર્યો, કોહલી 254 રન*, જાડેજા 9 રન માટે સદી ચૂક્યો
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો છે. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે. અગાઉ તેણે શ્રીલંકા સામે 2017માં 243 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે. 

કોહલી 7 બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
કોહલીએ ટેસ્ટમાં 7મી વાર બેવડી સદી ફટકારી છે. તે ભારત તરફથી સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. ઓલટાઈમ લિસ્ટમાં તે ચોથા સ્થાને છે. ડોન બ્રેડમેન 12 બેવડી સાથે પ્રથમ, કુમાર સંગાકારા 11 સાથે બીજા અને બ્રાયન લારા 9 સાથે ત્રીજા સ્થાને છે. અગાઉ ભારત માટે સચિન તેંડુલકર અને સહેવાગે 6-6 બેવડી સદી મારી હતી. તે બંને સિવાય જાવેદ મિયાંદાદ, યુનુસ ખાન, માર્વન અટ્ટાપટ્ટુ અને રિકી પોન્ટિંગે પણ 6-6 બેવડી સદી મારી હતી. તે સાથે જ કોહલી કુમાર સંગાકારા અને યુનુસ ખાન સહિત સૌથી વધુ 6 દેશ સામે બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે.

સૌથી વધુ બેવડી:

ખેલાડીદેશબેવડી સદી
ડોન બ્રેડમેનઓસ્ટ્રેલિયા12
કુમાર સંગાકારાશ્રીલંકા11
બ્રાયન લારાવેસ્ટ ઇન્ડિઝ9
વોલી હેમન્ડઇંગ્લેન્ડ7
મહેલા જયવર્દનેશ્રીલંકા7
વિરાટ કોહલીઇન્ડિયા7

કોહલી અને જાડેજાની પાંચમી વિકેટ માટે 225 રનની પાર્ટનરશીપ: કોહલી અને જાડેજાએ પાંચમી વિકેટ માટે 225 રનની ભાગીદારી કરી હતી. રહાણે 59 રને આઉટ થયો તે પછી તે બંનેએ ભારતીય ઇનિંગ્સની લય જાળવી રાખી હતી. જાડેજાએ આક્રમક બેટિંગ કરતાં 104 બોલની ઇનિંગ્સમાં 8 ચોક્કા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સ થકી ભારતે ટી પછીના સેશનમાં 15 ઓવરમાં 127 રન માર્યા હતા.

દ. આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી ઝડપી 1 હજાર રન કરનાર ભારતીયો:

 • 19 ઇનિંગ્સ: વિરાટ કોહલી
 • 20 ઇનિંગ્સ: વિરેન્દ્ર સહેવાગ
 • 29 ઇનિંગ્સ: સચિન તેંડુલકર

દક્ષિણ આફ્રિકા સામે ભારતીય દ્વારા હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર: 

 • 319 વિરેન્દ્ર સહેવાગ, ચેન્નાઇ 2007/08
 • 215 મયંક અગ્રવાલ, વિશખાપટ્ટનમ 2019/20
 • 177* વિરાટ કોહલી, પુણે 2019/20
 • 176 રોહિત શર્મા, વિશખાપટ્ટનમ 2019/20
 • 169 સચિન તેંડુલકર, કેપટાઉન 1996/97

કોહલી સૌથી વધુ સદીની સૂચિમાં વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથની બરોબરી કરી છે. તેમજ પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હક (25)ને પાછળ છોડ્યો છે. કોહલીની આ ઇન્ટરનેશનલમાં 69મી અને ટેસ્ટમાં ઘરઆંગણે 12મી સદી હતી. તેણે 10 ઇનિંગ્સ પછી સદી મારી છે. આ પહેલા તેણે પોતાની 25મી સદી ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર 2018માં પર્થ ખાતે મારી હતી. ત્યારે તેણે 123 રનની ઇનિંગ્સ રમી હતી. તે ભારત માટે વધુ સદી ફટકારનારની સૂચિમાં ચોથા સ્થાને છે. સચિન તેંડુલકરે 51, રાહુલ દ્રવિડે 36 અને સુનિલ ગાવસ્કરે 34 સદી ફટકારી છે.

ટેસ્ટમાં કપ્તાન તરીકે સૌથી વધુ સદી:

 • 25 ગ્રેમ સ્મિથ
 • 19 રિકી પોન્ટિંગ/ વિરાટ કોહલી
 • 15 એલેન બોર્ડર/ સ્ટીવ સ્મિથ/ સ્ટીવ વો

સૌથી ઓછી ઇનિંગ્સમાં 26 સદી:

 • 69 ડોન બ્રેડમેન
 • 121 સ્ટીવ સ્મિથ
 • 136 સચિન તેંડુલકર
 • 138 વિરાટ કોહલી
 • 144 સુનિલ ગાવસ્કર

કોહલી અને રહાણેની 178 રનની ભાગીદારી
ભારતીય કપ્તાન અને ઉપક્પ્તાને ચોથી વિકેટ માટે 178 રનની ભાગીદારી કરી હતી. કોહલી અને રહાણેએ 10મી વખત ટેસ્ટમાં સદીની ભાગીદારી કરી હતી. ભારતની 15 જોડીઓએ ટેસ્ટમાં 2000થી વધુ રનની ભાગીદારી કરી છે. તેમાં કોહલી અને રહાણેની 64ની એવરેજ સૌથી વધારે છે. ભાગીદારીમાં 23 રન પૂરા કર્યા ત્યારે એક જોડી તરીકે તેમણે 3 હજાર રન પૂરા કર્યા હતા.

ચોથી વિકેટ માટે સૌથી વધુ સદીની ભાગીદારી:

 • 15 - મિસ્બાહ ઉલ હક/ યુનુસ ખાન
 • 10 - મહેલા જયવર્દને/ થિલાન સ્મરવીરા
 • 9 - ઈન્ઝમામ ઉલ હક/ મોહમ્મદ યુસુફ
 • 9 - વિરાટ કોહલી/ અજિંક્ય રહાણે

દ. આફ્રિકા માટે સ્પિનર્સ દ્વારા સૌથી ઝડપી 100 વિકેટ:

 • 22 ટેસ્ટ: ઉજ ટાયફીલ્ડ
 • 27 ટેસ્ટ: કેશવ મહારાજ
 • 35 ટેસ્ટ: પોલ એડમ્સ/ પોલ હેરિસ

પ્રથમ દિવસના અંતે ભારત 273/3
ભારત બીજી ટેસ્ટમાં પુણે ખાતે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે. ટોસ જીતીને બેટિંગ પસંદ કરતાં ભારતે દિવસના અંતે 3 વિકેટ ગુમાવીને 273 રન કર્યા હતા. ઓપનર મયંક અગ્રવાલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં 195 બોલમાં 108 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી હતી. તે સહેવાગ પછી દ.આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો છે. ગઈ મેચમાં વિશખાપટ્ટનમમાં તેણે 215 રન ફટકાર્યા હતા. સહેવાગે 2010માં પ્રોટિયાસ સામે સતત બે ટેસ્ટમાં સદી મારી હતી. તેણે નાગપુરમાં 109 અને કોલકાતામાં 165 રનની ઇનિંગ્સ રમી હતી.


અગ્રવાલ સિવાય ચેતેશ્વર પુજારાએ પણ પોતાની લયનો ફાયદો ઉઠાવતો કરિયરની 22મી ફિફટી મારી હતી. તેણે 112 બોલમાં 9 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. તેમજ બીજી વિકેટ માટે મયંક અગ્રવાલ સાથે 138 રનની ભાગીદારી કરી હતી. તેના આઉટ થયા પછી વિરાટ કોહલીએ પોતાની આગવી શૈલીથી બેટિંગ કરીને દ.આફ્રિકાને મેચમાં કમબેક કરવાની તક આપી ન હતી. કોહલીએ પોતાના કરિયરની 23મી ફિફટી મારી છે. દિવસના અંતે તે 63 રને અને અજિંક્ય રહાણે 18 રને અણનમ હતા. ગઈ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર રોહિત શર્મા 14 રને રબાડાની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો