તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • India Vs South Africa Second Test Day 3 Live Updates

દ. આફ્રિકા 275 રનમાં ઓલઆઉટ થયું, ભારતને પ્રથમ દાવમાં 326 રનની લીડ મળી, મહારાજે 72 રન કર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ભારતે 601/5 દાવ ડિક્લેર કર્યો, કોહલીએ 254 * અને અગ્રવાલ 108 રન કર્યા, જાડેજા 9 રન માટે સદી ચૂક્યો
 • જવાબમાં દક્ષિણ આફ્રિકા 275 રનમાં ઓલઆઉટ, મહારાજ અને ડુ પ્લેસીસે (64) ફિફટી મારી, અશ્વિને 4 વિકેટ લીધી
 • અશ્વિન કુંબલે, શ્રીનાથ અને હરભજન પછી દક્ષિણ આફ્રિકા સામે 50 વિકેટ લેનાર ચોથો ભારતીય બન્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: કેશવ મહારાજ અને વર્નોન ફિલેન્ડરની લડત થકી દક્ષિણ આફ્રિકા ભારત સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે મેચ પાંચમા દિવસ સુધી લઇ જશે. 162 રનમાં 8 વિકેટ ગુમાવી ત્યારે પ્રોટિયાસની ચોથા દિવસે હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ મહારાજ અને ફિલેન્ડરે 109 રનની ભાગીદારી કરીને ભારત પાસે  105.4 ઓવર બોલિંગ કરાવી હતી. મહારાજે 72 રન કર્યા હતા, જયારે ફિલેન્ડર 44 રને અણનમ રહ્યો હતો. ભારત માટે અશ્વિને 4 વિકેટ, ઉમેશ યાદવે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી. 326 રનની લીડ મેળવ્યા પછી ભારત ફોલોઓન કરે છે કે ફરીથી બેટિંગ કરે છે તેની ખબર કાલે સવારે પડશે.

ભારતની દક્ષિણ આફ્રિકા સામે હાઈએસ્ટ લીડ:

 • 347 કોલકાતા, 2009
 • 326 પુણે, 2019
 • 213 દિલ્હી, 2015
 • 165 જોહાનેસબર્ગ, 2006
 • 136 નાગપુર, 2015

ભારતમાં દસમા ક્રમે ફિફટી મારનાર વિદેશી બેટ્સમેન:

રનખેલાડીદેશજગ્યાવર્ષ
55*એચ વેરીટીઇંગ્લેન્ડકોલકાતા1933
68એન્ડી રોબર્ટ્સવેસ્ટ ઇન્ડિઝકોલકાતા1983
57જી રોબર્ટ્સનઓસ્ટ્રેલિયાચેન્નાઇ1997
56ડેન પીટદક્ષિણ આફ્રિકાવિશખાપટ્ટનમ2019
72કેશવ મહારાજદક્ષિણ આફ્રિકાપુણે2019

ફાફ ડુ પ્લેસીસ 64 રને અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં રહાણેના હાથે કેચ આઉટ થયો હતો. તેની પહેલા એસ મુથુસામી 7 રને જાડેજાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. કવિન્ટન ડી કોક 31 રને રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે ડુ પ્લેસીસ સાથે છઠી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. બ્રૂઇન 30 રને ઉમેશની બોલિંગમાં કીપર સાહાના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા નાઈટ વોચમેન એનરિચ નોર્ટજે 3 રને મોહમ્મદ શમીની બોલિંગમાં સ્લીપમાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા પણ સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. 

ભારતે 601/5 દાવ ડિક્લેર કર્યો, કોહલી 254 રન*, જાડેજા 9 રન માટે સદી ચૂક્યો
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો છે. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે. અગાઉ તેણે શ્રીલંકા સામે 2017માં 243 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે. 

કોહલી 7 બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
કોહલીએ ટેસ્ટમાં 7મી વાર બેવડી સદી ફટકારી છે. તે ભારત તરફથી સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. ઓલટાઈમ લિસ્ટમાં તે ચોથા સ્થાને છે. ડોન બ્રેડમેન 12 બેવડી સાથે પ્રથમ, કુમાર સંગાકારા 11 સાથે બીજા અને બ્રાયન લારા 9 સાથે ત્રીજા સ્થાને છે. અગાઉ ભારત માટે સચિન તેંડુલકર અને સહેવાગે 6-6 બેવડી સદી મારી હતી. તે બંને સિવાય જાવેદ મિયાંદાદ, યુનુસ ખાન, માર્વન અટ્ટાપટ્ટુ અને રિકી પોન્ટિંગે પણ 6-6 બેવડી સદી મારી હતી. તે સાથે જ કોહલી કુમાર સંગાકારા અને યુનુસ ખાન સહિત સૌથી વધુ 6 દેશ સામે બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે.

કોહલી અને જાડેજાની પાંચમી વિકેટ માટે 225 રનની પાર્ટનરશીપ: કોહલી અને જાડેજાએ પાંચમી વિકેટ માટે 225 રનની ભાગીદારી કરી હતી. રહાણે 59 રને આઉટ થયો તે પછી તે બંનેએ ભારતીય ઇનિંગ્સની લય જાળવી રાખી હતી. જાડેજાએ આક્રમક બેટિંગ કરતાં 104 બોલની ઇનિંગ્સમાં 8 ચોક્કા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સ થકી ભારતે ટી પછીના સેશનમાં 15 ઓવરમાં 127 રન માર્યા હતા. કોહલી સૌથી વધુ સદીની સૂચિમાં વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથની બરોબરી કરી છે. તેમજ પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હક (25)ને પાછળ છોડ્યો છે. કોહલીની આ ઇન્ટરનેશનલમાં 69મી અને ટેસ્ટમાં ઘરઆંગણે 12મી સદી હતી. તેણે 10 ઇનિંગ્સ પછી સદી મારી છે. આ પહેલા તેણે પોતાની 25મી સદી ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર 2018માં પર્થ ખાતે મારી હતી. ત્યારે તેણે 123 રનની ઇનિંગ્સ રમી હતી. તે ભારત માટે વધુ સદી ફટકારનારની સૂચિમાં ચોથા સ્થાને છે. સચિન તેંડુલકરે 51, રાહુલ દ્રવિડે 36 અને સુનિલ ગાવસ્કરે 34 સદી ફટકારી છે.

કોહલી અને રહાણેની 178 રનની ભાગીદારી
ભારતીય કપ્તાન અને ઉપક્પ્તાને ચોથી વિકેટ માટે 178 રનની ભાગીદારી કરી હતી. કોહલી અને રહાણેએ 10મી વખત ટેસ્ટમાં સદીની ભાગીદારી કરી હતી. ભારતની 15 જોડીઓએ ટેસ્ટમાં 2000થી વધુ રનની ભાગીદારી કરી છે. તેમાં કોહલી અને રહાણેની 64ની એવરેજ સૌથી વધારે છે. ભાગીદારીમાં 23 રન પૂરા કર્યા ત્યારે એક જોડી તરીકે તેમણે 3 હજાર રન પૂરા કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો