નાગપુર / ભારત આ વર્ષે ઘરઆંગણે પ્રથમ T-20 સીરિઝ જીત્યું, અંતિમ મેચમાં બાંગ્લાદેશને 30 રને હરાવ્યું

India vs Bangladesh third t20 live updates at Nagpur
India vs Bangladesh third t20 live updates at Nagpur
બેટિંગ દરમિયાન શ્રેયસ ઐયર.
બેટિંગ દરમિયાન શ્રેયસ ઐયર.
India vs Bangladesh third t20 live updates at Nagpur
India vs Bangladesh third t20 live updates at Nagpur
India vs Bangladesh third t20 live updates at Nagpur
India vs Bangladesh third t20 live updates at Nagpur

  • ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટે 174 રન કર્યા, બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ, ચહરે હેટ્રિક સહિત 6 વિકેટ લીધી
  • શ્રેયસ ઐયરે 62, લોકેશ રાહુલે 52 રન બનાવ્યા, શિવમ દુબેએ 3 વિકેટ લીધી 
  • ભારત આ વર્ષે ઘરઆંગણે ફેબ્રુઆરીમાં કાંગારું સામે 0-2થી હાર્યું, સપ્ટેમ્બરમાં દ. આફ્રિકા સામે 1-1થી સીરિઝ ડ્રો રહી
  • ભારત બાંગ્લાદેશ વચ્ચે બે  ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 14 નવેમ્બરે ઇન્દોરમાં રમાશે

Divyabhaskar.com

Nov 11, 2019, 01:45 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે બાંગ્લાદેશને નાગપુર ખાતેની ત્રીજી T-20માં રને હરાવ્યું હતું. તે સાથે જ ટીમ ઇન્ડિયાએ 3 મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. 175 રનનો પીછો કરતાં બાંગ્લાદેશ 144 રન જ કરી શક્યું હતું. એક સમયે મહેમાન ટીમે 2 વિકેટે 110 રન કર્યા હતા અને તેને જીત માટે 43 બોલમાં 65 રનની જરૂર હતી. જોકે તે પછી ભારતીય બોલર્સે મેચમાં વાપસી કરીને શાનદાર રીતે મેચ જીતી હતી. દિપક ચહરે પોતાનું કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે શફિઉલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન અને અમીનુલ ઇસ્લામને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. તેનો સાથ આપતા શિવમ દુબે પણ 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ માટે મોહમ્મદ નઇમે સર્વાધિક 81 રન કર્યા હતા.

ભારતે પ્રથમ દાવમાં 174 રન કર્યા

ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને નિર્ણાયક ટી-20માં 20 ઓવરના અંતે 5 વિકેટે 174 રન કર્યા છે. ઓપનર્સ રોહિત શર્મા અને શિખર ધવન સસ્તામાં આઉટ થયા પછી લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરે બાજી સંભાળી હતી. ઐયરે 33 બોલમાં 3 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી પોતાના કરિયરની મેડન ફિફટી ફટકારતાં 62 રન કર્યા હતા. જયારે રાહુલે કરિયરની છઠી ફિફટી ફટકારતાં 35 બોલમાં 7 ચોક્કાની મદદથી 52 રન કર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 59 રનની પાર્ટનરશીપ કરી હતી. બાંગ્લાદેશ માટે શફિઉલ ઇસ્લામ અને સૌમ્ય સરકારે 2-2 વિકેટ લીધી હતી.

પંતે ફરી એકવાર નિરાશ કર્યા
ઓપનર રોહિત શર્મા 2 રને એસ ઇસ્લામની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેના પછી શિખર ધવન પણ 19 રને ઇસ્લામનો જ શિકાર થયો હતો. તેણે 16 બોલમાં ચાર ચોક્કા માર્યા હતા. ઋષભ પંતે ફરી એકવાર બેટથી નિરાશ કર્યા હતા. તે 9 બોલમાં 6 રને સૌમ્ય સરકારની બોલિંગમાં આઉટ થયો હતો. ઐયરનો શૂન્ય રને ઇસ્લામની બોલિંગમાં અમિનુલે સરળ કેચ છોડ્યો હતો. ઐયર અને રાહુલના આઉટ થયા પછી મનીષ પાંડેએ ફિનિશિંગ ટચ આપતા 13 બોલમાં 22 રન કર્યા હતા.

બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ લીધી

બાંગ્લાદેશે ભારત સામેની ત્રીજી T-20માં નાગપુર ખાતે ટોસ જીતીને બેટિંગ બોલિંગ લીધી છે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. ભારતની પ્લેઈંગ 11માં કૃણાલ પંડ્યાની જગ્યાએ મનીષ પાંડેને તક મળી છે, જયારે બાંગ્લાદેશની ટીમમાં મોસદેક હુસેનની જગ્યાએ મોહમ્મદ મિથુન રમી રહ્યો છે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દિપક ચહર અને ખલીલ અહેમદ

બાંગ્લાદેશ ટીમ: મહમ્મદુલ્લાહ (કેપ્ટન), સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, આફિફ હુસેન, અમીનુલ ઇસ્લામ, લિંટન દાસ, મુશફિકર રહીમ, મોહમ્મદ મિથુન, અલ-અમીન હુસેન, મુસ્તફિઝુર રહેમાન અને શફીઉલ ઇસ્લામ

રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ મારનાર વર્લ્ડનો ત્રીજો બેટ્સમેન બની શકે છે
રોહિત શર્માએ વનડેમાં 232, T-20માં 115 અને ટેસ્ટમાં 51 સિક્સ મારી છે. 32 વર્ષીય ઓપનર નાગપુરમાં 2 સિક્સ મારે તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ મારનાર વર્લ્ડનો ત્રીજો બેટ્સમેન બનશે. અગાઉ પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલે 400 સિક્સનો આંક વટાવ્યો છે. ગેલે 534 અને આફ્રિદીએ 476 સિક્સ મારી છે.

નાગપુરમાં ઇન્ડિયાએ ત્રણમાંથી બે ટી-20 ગુમાવી છે
નાગપુરમાં 2017માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 144 રન ડિફેન્ડ કરતા ભારત 5 રને મેચ જીત્યું હતું. તેની પહેલા 2016માં વર્લ્ડ T-20માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 126 રન કરતાં ટીમ 79 રનમાં ઓલઆઉટ થઇ હતી. જયારે 2009માં ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ T-20માં શ્રીલંકા વિરુદ્ધ 216 રન ચેઝ કરતાં ટીમ 186 રન જ કરી શકી હતી. આમ ટીમે ત્રણમાંથી બે T-20 ગુમાવી છે. ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રણેય મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જ જીતી છે. જોકે બે મેચ લો-સ્કોરિંગ રહી હતી અને એક મેચ હાઈ-સ્કોરિંગ રહી હતી. નોંધ લેવા જેવી બાબત એ છે કે લો-સ્કોરિંગ મેચો તે જ રહી હતી જેમાં સ્પિનર્સને પિચમાંથી ફાયદો મળ્યો હતો, આ સમયે પિચ સૂકી ન હોય તેવી સંભાવના છે. રવિવારે ચાહકોને વધુ એક રનફેસ્ટ જોવા મળી શકે છે.

X
India vs Bangladesh third t20 live updates at Nagpur
India vs Bangladesh third t20 live updates at Nagpur
બેટિંગ દરમિયાન શ્રેયસ ઐયર.બેટિંગ દરમિયાન શ્રેયસ ઐયર.
India vs Bangladesh third t20 live updates at Nagpur
India vs Bangladesh third t20 live updates at Nagpur
India vs Bangladesh third t20 live updates at Nagpur
India vs Bangladesh third t20 live updates at Nagpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી