ક્રિકેટ / દિપક ચહર T-20માં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બન્યો, બાંગ્લાદેશ સામે 7 રનમાં 6 વિકેટ ઝડપી ફોર્મેટનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

દિપક ચહર.
દિપક ચહર.

Divyabhaskar.com

Nov 10, 2019, 11:13 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ત્રીજી અને અંતિમ ટી-20માં બાંગ્લાદેશને 30 રને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટે 174 રન કર્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમે એક સમયે 2 વિકેટે 110 રન કર્યા હતા અને તેને જીત માટે 43 બોલમાં 65 રનની જરૂર હતી. જોકે તે પછી ભારતીય બોલર્સે મેચમાં વાપસી કરીને શાનદાર રીતે મેચ જીતી હતી. દિપક ચહરે પોતાનું કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે શફિઉલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન અને અમીનુલ ઇસ્લામને આઉટ કરીને હેટ્રિક લીધી હતી.

ચહર ભારત માટે T-20માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો
ચહર ભારત માટે T-20માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે 17.6, 19.1 અને 19.2 ઓવરમાં અનુક્રમે શફિઉલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન અને અમીનુલ ઇસ્લામ કર્યા હતા. ઇસ્લામ ડીપમાં રાહુલના હાથે કેચ આઉટ થયો હતો, રહેમાન સ્વીપર કવર પર ઐયરના હાથે કેચ થયો હતો, જયારે અમીનુલ બોલ્ડ થયો હતો. ભારત માટે ટેસ્ટમાં હરભજનસિંહ અને વનડેમાં ચેતન શર્માએ સૌથી પહેલા હેટ્રિક લીધી હતી.

ઇન્ટરનેશનલ T-20માં શ્રેષ્ઠ પ્રદર્શન, મેન્ડિસનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ચહરે 7 રન આપીને 6 વિકેટ ઝડપતા શ્રીલંકાના અજંતા મેન્ડિસનો સાત વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ મેન્ડિસના નામે હતો. તેણે 2012માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 8 રન આપીને 6 વિકેટ લીધી હતી. ચહરે એક રન ઓછો આપીને એટલી વિકેટ ઝડપીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ઇન્ટરનેશનલ T-20માં બોલર્સ દ્વારા શ્રેષ્ઠ દેખાવ:

  • 6/7 દિપક ચહર v બાંગ્લાદેશ 2019
  • 6/8 અજંતા મેન્ડિસ v ઝિમ્બાબ્વે 2012
  • 6/16 અજંતા મેન્ડિસ v ઓસ્ટ્રેલિયા 2011
X
દિપક ચહર.દિપક ચહર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી