ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાની મેગન સ્કટ 2 હેટ્રિક ઝડપનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ વર્ષે સૌથી વધુ 9 હેટ્રિક

મેગન સ્કટ
મેગન સ્કટ

  • ઝડપી બોલર સ્કટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી મેચમાં હેટ્રિક પૂર્ણ કરી, આમ કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન
  • સ્કટે 2018માં ભારત વિરુદ્ધ ટી-20માં હેટ્રિક ઝડપી હતી 
  • મહિલા ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં કુલ 26 હેટ્રિક
  • ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વન-ડે સીરિઝ 3-0થી જીતી

Divyabhaskar.com

Sep 13, 2019, 11:35 AM IST

એન્ટિગુઆ: ઓસ્ટ્રેલિયાની ઝડપી બોલર મેગન સ્કટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2 હેટ્રિક ઝડપનારી પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં સ્કટે 50મી ઓવરના અંતિમ 3 બોલ પર હેટ્રિક ઝડપી હતી. આ અગાઉ સ્કેટ 2018માં ભારત વિરુદ્ધ ટી-20માં પ્રથમ હેટ્રિક ઝડપી હતી. ત્રીજી વન-ડેમાં વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા 180 રન કર્યા હતા. રન ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાએ 31.1 ઓવરમાં 2 વિકેટના ભોગે ટાર્ગેટ એચિવ કરી લીધો હતો. આ વર્ષે ઈન્ટરનેશન ક્રિકેટ (મેન્સ અને વુમન્સ)માં 9 હેટ્રિક નોંધાઈ, જે અત્યાર સુધીમાં એક વર્ષમાં સૌથી વધુ છે. ઓસ્ટ્રેલિયાએ સીરિઝ 3-0થી જીતી.

57 બોલ સુધી સ્કટને વિકેટ ના મળી, અંતિમ 3 બોલમાં 3 વિકેટ ઝડપી
સ્કટને મેચમાં 9.3 ઓવર બોલિંગ કરવા સુધીમાં એક પણ વિકેટ નહોતી મળી. તેણે 2 મેડન નાંખી 23 રન આપ્યા હતા. 50મી ઓવરના ચોથા બોલે સ્કટે હેનરીને બોલ્ડ કરી હતી. પાંચમા બોલ પર રામ્હારેકને અને છઠ્ઠા બોલે ફ્લેટરને આઉટ કરી હેટ્રિક પૂર્ણ કરી હતી. તે વન-ડેમાં હેટ્રિક ઝડપનાર ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા ખેલાડી બની. તે ટી-20માં પણ ઓસ્ટ્રેલિયા તરફથી હેટ્રિક ઝડપનાર પ્રથમ મહિલા ખેલાડી છે. તેણે ગત વર્ષે મુંબઈમાં ભારત વિરુદ્ધ જ હેટ્રિક ઝડપી હતી. મેન્સ ક્રિકેટમાં સૌથી વધુ હેટ્રિકનો રેકોર્ડ શ્રીલંકાના લસિથ મલિંગાના નામે છે. જેણે કુલ 5 હેટ્રિક (3 વન-ડે, 2 ટી-20) ઝડપી છે.

મેન્સ ક્રિકેટમાં કુલ 100 હેટ્રિક, ઈંગ્લેન્ડના નામે 18
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 126 હેટ્રિક નોંધાઈ છે. મેન્સ કેટેગરીમાં 100 (ટેસ્ટ 44, વન-ડે 48, ટી-20માં 8) હેટ્રિક છે. મેન્સ કેટેગરીમાં સૌથી વધુ 18 હેટ્રિક ઈંગ્લેન્ડના નામે છે. જ્યારે વુમન્સ કેટેગરીમાં 26 હેટ્રિક (ટેસ્ટ 3, વન-ડે 11, ટી-20માં 12) નોંધાઈ છે. એકતા બિષ્ટ (ટી-20) ભારત તરફથી કોઈપણ ફોર્મેટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ મહિલા ખેલાડી છે.

2009માં માત્ર 2 હેટ્રિક
ઈન્ટરનેશનલ ક્રિકેટ (મેન્સ અને વુમન્સ)માં આ વર્ષે 9 હેટ્રિક નોંધાઈ છે. આ કોઈ એક વર્ષમાં નોંધાયેલી સૌથી વધુ હેટ્રિકનો રેકોર્ડ છે. આ અગાઉ 2017 અને 2018માં 7-7 હેટ્રિક નોંધાઈ હતી. છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ કંઈક આ પ્રમાણે છે.

વર્ષ આંકડામાં હેટ્રિક
2019 9
2018 7
2017 7
2016 4
2015 4
2014 3
2013 6
2012 4
2011 5
2010 4
2009 2
X
મેગન સ્કટમેગન સ્કટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી