પ્રેક્ટિસ મેચ / ન્યૂઝીલેન્ડ-11 235 રનમાં ઓલઆઉટ, ભારતને 28 રનની લીડ મળી, બીજા દાવમાં વિના વિકેટે 59 રન કર્યા

મોહમ્મદ શમી સારી રિધમમાં હતો. તેણે 10 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી.
મોહમ્મદ શમી સારી રિધમમાં હતો. તેણે 10 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી.

  • હેમિલ્ટનમાં બીજા દિવસના અંતે શો 35 અને અગ્રવાલ 23 રને અણનમ
  • ભારત માટે શમીએ 3, જ્યારે બુમરાહ, યાદવ અને સૈનીએ 2-2 વિકેટ લીધી
  • ન્યૂઝીલેન્ડ-11 માટે હેનરી કૂપરે 40, રચીન રવિચંદ્રએ 34 અને ડેરેલ મિચેલે 32 રન કર્યા

Divyabhaskar.com

Feb 15, 2020, 11:02 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ-11 સામેની પ્રેક્ટિસ મેચમાં હેમિલ્ટન ખાતે મજબૂત સ્થિતિમાં છે. પ્રથમ દાવમાં 263 રન કર્યા પછી ભારતે યજમાનને 235 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ન્યૂઝીલેન્ડ-11ની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી હતી અને તેમના માટે ટોમ બ્રુસ(31) અને હેનરી કૂપર(40) સિવાય અન્ય કોઈ જોડી 50 રનની ભાગીદારી કરી શકી નહોતી. ભારત માટે મોહમ્મદ શમીએ 3 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને નવદીપ સૈનીએ 2-2 વિકેટ લીધી હતી. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈશ સોઢીને આઉટ કરીને ન્યૂઝીલેન્ડ-11ની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.

શો-અગ્રવાલની આક્રમક બેટિંગ
28 રનની લીડ મેળવ્યા પછી ભારતીય ઓપનર્સે બીજી ઇનિંગ્સમાં શાનદાર શરૂઆત કરી હતી. દિવસના અંતે ભારતે માત્ર 7 ઓવરમાં 59 રન કર્યા છે. પૃથ્વી શોએ 25 બોલમાં 5 ફોર અને 1 સિક્સ થકી 35 રન અને મયંક અગ્રવાલે 17 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 23 રન કર્યા છે. અંતિમ દિવસે ભારતીય બેટ્સમેન ક્રિઝ પર વધુ સમય પસાર કરવાના ધ્યેયથી મેદાને ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 21 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

X
મોહમ્મદ શમી સારી રિધમમાં હતો. તેણે 10 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી.મોહમ્મદ શમી સારી રિધમમાં હતો. તેણે 10 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી