અમદાવાદ / મોટેરા સ્ટેડિયમનું માર્ચમાં ઉદઘાટન, વર્લ્ડ-11 અને એશિયા-11 વચ્ચે મેચ

Motera Stadium will inaugurate in March 2020, match will held between World-11 and Asia-11
મોટેરા સ્ટેડિયમ.
મોટેરા સ્ટેડિયમ.

  • ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદનું બીજું મોટું આયોજન
  • સ્ટેડિયમની દર્શક ક્ષમતા 1 લાખ 10 હજાર
  • સ્ટેડિયમ બનાવવા 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો 

Divyabhaskar.com

Dec 03, 2019, 11:42 AM IST
અમદાવાદ: બીસીસીઆઈ માર્ચમાં અમદાવાદના નવ નિર્માણ પામી રહેલા મોટેરા સ્ટેડિયમમાં એશિયા-11 અને વર્લ્ડ-11 વચ્ચે એક એક્ઝિબિશન મેચ રમાડવા માગે છે.
સ્ટેડિયમમાં 50 રૂમ અને 73 કોર્પોરેટ બોક્સ
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે,‘અમે માર્ચ મહિનામાં આ મેચ યોજવા માગીએ છીએ. આ માટે આઈસીસીની મંજૂરી લેવી જરૂરી છે. અમને આ માટે મંજૂરી મળી જશે તેની આશા છે.’ આ ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદનું બીજું મોટું આયોજન રહેશે. આ અગાઉ ગાંગુલીએ અધ્યક્ષ બનવાની સાથે કોલકાતામાં ભારતની પ્રથમ-ડે નાઈટ મેચનું આયોજન કર્યું હતું. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 1 લાખ 10 હજારની છે. જેને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગાઉ આ સ્ટેડિયમની ક્ષમતા 53 હજાર હતી. બીસીસીઆઈ હાલ ગુજરાત ક્રિકેટ એસો. પાસેથી સ્ટેડિયમ સંપૂર્ણ તૈયાર હોવાની રિપોર્ટ મળે તેની રાહ જોઈ રહ્યું છે. 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં 50 રૂમ અને 73 કોર્પોરેટ બોક્સ પણ છે. આ મેદાન પર ભારતીય ખેલાડીઓએ યાદગાર રેકોર્ડ બનાવેલા છે. ગાવસ્કરે અહીં જ ટેસ્ટમાં 10 હજાર રન પૂર્ણ કર્યા હતા.
X
Motera Stadium will inaugurate in March 2020, match will held between World-11 and Asia-11
મોટેરા સ્ટેડિયમ.મોટેરા સ્ટેડિયમ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી