સફળ રન ચેઝમાં મિતાલીની એવરેજ 112ની, મહિલા અને પુરુષમાં સૌથી વધુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મિતાલી રાજે 66 રન કર્યા
  • સફળ રન ચેઝમાં મિતાલી 2016 રન કરી ચૂકી છે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય મહિલા વન-ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ સફળ રન ચેઝ મામલે વિશ્વની નંબર-1 ક્રિકેટર છે. મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં સફળ રન ચેઝ કરનાર ખેલાડીઓમાં ઓછામાં ઓછા 2000 રન કરનાર ખેલાડીઓની એવરેજ જોઈએ તો મિતાલી 112ની એવરેજ સાથે નંબર-1 પર છે. રન ચેઝ કરતા જ્યારે પણ ભારતીય ટીમને જીત મળી છે, આ દરમિયાન મિતાલીએ 51 ઈનિંગ્સમાં 2016 રન કર્યા છે. આ દરમિયાન 22 વાર તે નોટઆઉટ રહી. 1 સદી અને 16 અડધી સદી ફટકારી.
આ દરમિયાન અન્ય કોઈ મહિલા ખેલાડી 2000 રનનો આંક પણ પાર કરી શકી નથી. ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન મેગ લેનિંગ 1962 રન સાથે બીજા નંબરે છે. જ્યારે પુરુષ ખેલાડીઓમાં પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની 75 ઈનિંગ્સમાં 103ની એવરેજ સાથે 2876 રન કરી ચૂક્યો છે. તે 47 વખત નોટઆઉટ રહ્યો અને 2 સદી તથા 20 અડધી સદી ફટકારી હતી.

એવરેજ મામલે ટોપ-5 ખેલાડીઓ:

ખેલાડી ઈનિંગ્સ રન એવરેજ 100/50
મિતાલી રાજ 51 2016 112 1/16
મહેન્દ્રસિંહ ધોની 75 2876 103 2/20
વિરાટ કોહલી 84 5214 97 22/20
એબી ડીવિલિયર્સ 59 2566 83 5/18
માઈકલ ક્લાર્ક 53 2142 74 3/17