મંજુ રાનીએ ડેબ્યુમાં સિલ્વર જીત્યો, ભારત ટૂર્નામેન્ટમાં ચાર મેડલ જીત્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોચની સાથે મંજુ રાની. - Divya Bhaskar
કોચની સાથે મંજુ રાની.
  • મંજુને 48 કિલોગ્રામની ફાઈનલમાં રશિયાની એકેતરિના પેલ્ટસેવાએ 4-1થી હરાવી હતી
  • મંજુની પહેલા મેરીકોમે 2001માં પોતાની ડેબ્યુ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની મંજુ રાનીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો. 19 વર્ષીય મંજુની આ પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી. તે ડેબ્યૂ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર બીજી ભારતીય છે. આ અગાઉ મેરીકોમે 2001માં સિલ્વર જીત્યો હતો. મંજુને 48 કિલોગ્રામની ફાઈનલમાં રશિયાની એકેતરિના પેલ્ટસેવાએ 4-1થી હરાવી હતી. પાંચ જજોએ યજમાન રશિયાની બોક્સરની તરફેણમાં નિર્ણય આપ્યો. 
ભારતે આ ચેમ્પિયનશિપમાં 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીત્યા. મેરીકોમે 51 કિલોગ્રામમાં, જમુના બોરોએ 54 કિલોગ્રામમાં અને લવલીનાએ 69 કિલોગ્રામમાં બ્રોન્ઝ જીત્યો હતો. મેરીકોમ 8 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી ચૂકી છે. જ્યારે લવલીનાનો આ બીજો બ્રોન્ઝ છે. પુરુષ ચેમ્પિયનશિપમાં અમિત પંઘાલે સિલ્વર અને મનિષ કૌશિકે બ્રોન્ઝ જીત્યો હતો.