ક્રિકેટ / ધોનીએ સેકેંડ હેન્ડ કારોનો વેપાર કરનાર કંપનીમાં ઈન્વેસ્ટ કર્યું, બ્રાન્ડ ઍમ્બૅસેડર પણ બનશે

Mahendra Singh Dhoni Invests In Gurugram based CARS24

  • પૂર્વ કેપ્ટન ધોની અને ઓનલાઇન કંપની CARS24 વચ્ચે ડીલ થઇ
  • કરાર અનુસાર ધોની કંપની સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાશે અને બદલામાં કંપની તેને શેર્સમાં ભાગ આપશે

Divyabhaskar.com

Aug 13, 2019, 05:53 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સેકેંડ હેન્ડ કારોનો ધંધો કરનાર ઓનલાઇન કંપની CARS 24માં ઈન્વેસ્ટ કર્યું છે. આ વાતની જાણકારી કંપનીએ મંગળવારે આપી હતી. કરાર અનુસાર ધોની કંપની સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાશે અને બદલામાં કંપની તેને શેર્સમાં ભાગ આપશે. ઇન્વેસ્ટમેન્ટ સીરિઝ-ડી રાઉન્ડ પ્રમાણે કરવામાં આવશે. જોકે ડીલની રકમનો હજી સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. ધોની અત્યારે કાશ્મીરમાં સેના સાથે છે. તે 15 ઓગસ્ટ સુધી ત્યાં જ રહેશે.

CARS24ના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વિક્રમ ચોપડાએ કહ્યું કે, ધોનીની ક્ષમતા, કંઈક નવું શોધવાની તેની ટેવ અને દરેક સમસ્યાનું સમાધાન ધોનીને ભારતનો મનપસંદ કેપ્ટન બનાવે છે. CARS24ને પણ આ બધી વસ્તુઓમાં ધોની જેટલો જ ભરોસો છે. જયારે ધોનીએ કહ્યું હતું કે CARS24ની જર્નીનો ભાગ બનીને હું બહુ ઉત્સુક છું. કારોનો ફેન હોવાની સાથે હું કંપનીઓનો પણ ફેન છું જે નવા અને ઇનોવેટિવ આઈડિયા લઈને આવે છે. CARS24નું લક્ષ્ય ઊંચું છે અને હું ખુશ છે કે તેમને તે પૂરું કરવામાં તેમની મદદ કરીશ.

કંપની ચાર વર્ષ પહેલા બની હતી
CARS24ની સ્થાપના 2015માં થઇ હતી. ત્યારે તે કાર્સને વેચવા અને ખરીદવાના મામલે દેશના સૌથી મોટા પ્લેટફોર્મમાંથી એક હતું. હાલમાં જ કંપનીએ અગ્રેસિવ માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવતા ફ્રેન્ચાઈઝ બેસ્ડ મોડલ અપનાવ્યું છે અને વધુને વધુ શહેરોમાં પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. આગામી થોડા મહિનાઓમાં કંપની 300 ટિયર-2 શહેરોમાં પહોંચવા માગે છે. દેશભરમાં 230 શહેરોમાં કંપનીના 10 હજારથી વધુ ચેનલ પાર્ટનર બની ચૂક્યા છે અને 35 શહેરોમાં 155થી વધુ બ્રાન્ચ ખુલી ગઈ છે. કંપનીમાં પહેલેથી સેકોઈયા ઇન્ડિયા, એક્સોર સીડ્સ, DST ગ્લોબલ પાર્ટનર, કિંગ્સવે કેપિટલ અને KCK જેવી કંપનીઓ ઈન્વેસ્ટ કરી ચૂકી છે.

X
Mahendra Singh Dhoni Invests In Gurugram based CARS24
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી