ક્રિકેટ / લોકેશ રાહુલનું ફોર્મ ચિંતાજનક, રોહિત શર્માને ઓપનર તરીકે ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શકે છે: એમએસકે પ્રસાદ

રોહિત શર્મા અને લોકેશ રાહુલ.
રોહિત શર્મા અને લોકેશ રાહુલ.

  • રાહુલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ચાર ઇનિંગ્સમાં 44, 38, 13 અને 6 રન બનાવ્યા હતા
  • રોહિતે પોતાની છેલ્લી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફિફટી મારી હતી

Divyabhaskar.com

Sep 10, 2019, 05:43 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે, ઓપનર લોકેશ રાહુલનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. રાહુલ વેસ્ટ ઇન્ડિઝ સામે ચાર ઇનિંગ્સમાં 44, 38, 13 અને 6 રન કર્યા હતા. તેણે ગયા વર્ષે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલ ખાતે 149 રનની ઇનિંગ્સ રમી હતી. તે પછી રાહુલ સતત સાત ટેસ્ટથી ફિફટી ફટકારી શક્યો નથી. પ્રસાદે કહ્યું કે, બોર્ડ રોહિત શર્માને ઓપનર તરીકે ટીમમાં સ્થાન આપી શકે છે.

પ્રસાદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સિલેક્શન કમિટી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પછી મળી નથી. હવે પછી જ્યારે પણ સિલેક્ટર્સની બેઠક થશે ત્યારે અમે રોહિતને ઓપનર તરીકે ટીમમાં સમાવવા અંગે ચર્ચા કરીશું. જોકે તે સાથે પ્રસાદે રાહુલના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું કે, રાહુલ પાસે ટેલેન્ટ છે. તેનું ફોર્મ ચિંતાનો વિષય છે. તેને વિકેટ પર ટકીને ફોર્મમાં પાછું ફરવું પડશે.

ગાંગુલીએ પણ રોહિત પાસેથી ઓપનિંગ કરાવવાની પહેલ કરી હતી
પ્રસાદ પહેલા પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ પણ રોહિતને ઓપનર તરીકે ટેસ્ટ ટીમમાં સ્થાન આપવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, રોહિત ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઓપનિંગ કરવા સક્ષમ છે. રોહિતે પોતાની અંતિમ ટેસ્ટ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડિસેમ્બરમાં રમી હતી. તેણે અણનમ 63 અને 5 રન કર્યા હતા.

રોહિતે વર્લ્ડકપમાં 5 સદી મારી હતી
રોહિતે આ વર્લ્ડકપમાં 5 સદીની મદદથી 648 રન કર્યા હતા. તેમ છતાં તેને વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું ન હતું. ભારત 15 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટી-20 અને તે પછી ત્રણ ટેસ્ટની સીરિઝ રમશે.

રોહિતનું દરેક ફોર્મેટમાં પ્રદર્શન:

ફોર્મેટ મેચ રન એવરેજ સદી
ટેસ્ટ 27 1585 39.62 3
વનડે 218 8686 48.52 27
ટી-20 96 2422 32.72 4
X
રોહિત શર્મા અને લોકેશ રાહુલ.રોહિત શર્મા અને લોકેશ રાહુલ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી