લાન્સ ક્લુઝનરને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફિલ સિમન્સે રાજીનામુ આપ્યા પછી અફઘાનિસ્તાન ક્રિકેટના હેડ કોચ બનવા માટે 50થી વધુ પૂર્વ ખેલાડીઓએ અપ્લાઇ કર્યું હતું. ક્લુઝનર લેવલ 4 સર્ટિફાઈડ કોચ છે. નવેમ્બરમાં અફઘાનિસ્તાન વેસ્ટ ઇન્ડિઝ સામે સીરિઝમાં રમશે ત્યારે ક્લુઝનર પ્રથમ વખત રાશિદ ખાનના નેતૃત્વમાં રમનાર ટીમ સાથે જોવા મળશે.


અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ એલ સ્તાનિકઝાઈએ કહ્યું કે, લાન્સ ક્લુઝનર વર્લ્ડ ક્રિકેટમાં મોટું નામ છે. તેના કોચિંગમાં ટીમને સારો ફાયદો થશે. તેની પાસે ખેલાડી અને કોચ બંનેનો અનુભવ છે. ક્લુઝનરે કહ્યું હતું કે, "હું વર્લ્ડ ક્રિકેટની આ પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવા ઉત્સુક છું. અફઘાનિસ્તાન સારું ક્રિકેટ રમે છે અને મહેનત સાથે તેઓ વર્લ્ડની શ્રેષ્ઠ ટીમોમાંથી એક બનવાની ક્ષમતા ધરાવે છે. હું તેમને ટોચના લેવલે લઇ જવા માટે મદદ કરવા તૈયાર છું." 


ક્લુઝનરે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ કોચ તરીકે આઇપીએલમાં ફરજ નિભાવી છે. તે ઉપરાંત તે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ અને ટી-20 ટીમનો બેટિંગ કોચ, ઝિમ્બાબ્વેનો બેટીં કોચ અને દક્ષિણ આફ્રિકાના ડોમેસ્ટિક ક્રિકેટમાં ડોલ્ફિન ફ્રેન્ચાઈઝનો હેડ કોચ રહી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...