જન્મદિવસ વિશેષ / કોહલીએ સૌથી ઓછા સમયમાં 10 હજાર વનડે રન બનાવ્યા, 44% સદી ચેઝ કરતા મારી

Kohli scored 10 thousand ODI runs in the shortest time, 44% against Chase

  • કોહલીનો આજે 31મો જન્મદિવસ, 18 ઓગસ્ટ 2008ના રોજ પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો
  • ભારતીય કપ્તાને સૌથી ઓછા સમયમાં 10 વર્ષ અને 67 દિવસમાં 10 હજાર વનડે રન કરવાનો રેકોર્ડ બનાવ્યો

Divyabhaskar.com

Nov 06, 2019, 02:53 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલી આજે (5 નવેમ્બર) 31 વર્ષનો થઇ ગયો છે. તે દુનિયાના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. કોહલીએ 11 વર્ષના ક્રિકેટ કરિયરમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. તે પોતાની દરેક ઇનિંગ્સમાં કોઈને કોઈ નવો રેકોર્ડ બનાવે છે. ભારતીય કપ્તાને સૌથી ઓછા સમયમાં 10 વર્ષ અને 67 દિવસમાં 10 હજાર વનડે રન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મામલે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો છે. દ્રવિડે 10 વર્ષ અને 317 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી. સચિન 11 વર્ષ અને 103 દિવસ સાથે સૂચિમાં ત્રીજા સ્થાને છે.

કોહલીને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે. તેણે વનડેમાં 43 સદી મારી છે, જેમાંથી 19 સદી ચેઝ કરતા ફટકારી છે. તેણે પોતાના વનડે કરિયરની 44 % સદી ચેઝ કરતા મારી છે. કોહલી રનચેઝમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. સચિને ચેઝમાં 17, તિલકરત્ને દિલશાને અને ક્રિસ ગેલ સંયુક્તપણે ત્રીજા સ્થાને છે. બંનેએ 11-11 સદી મારી છે.

કોહલી 40 સદી ફટકારનાર એકમાત્ર ભારતીય કપ્તાન
સચિનને થોડા વર્ષો પહેલા પૂછવામાં આવ્યું હતું કે, 100 સદીનો તેમનો રેકોર્ડ કોણ તોડશે? તો સચિને કોહલી અને રોહિત શર્માનું નામ આપ્યું હતું. કોહલીએ વનડેમાં 43 અને ટેસ્ટમાં 26 સદી મારી છે. તેણે કપ્તાન તરીકે 40 સદી મારનાર એકમાત્ર ભારતીય છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે 41 સદી મારી છે.

કોહલીએ 2018માં 11 ઇનિંગ્સમાં 1000+ રન બનાવ્યા
કોહલી માટે 2018નું વર્ષ યાદગાર રહ્યું હતું. તેણે માત્ર 11 ઇનિંગ્સમાં 1000+ રન કર્યા હતા. તે એક વર્ષમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000+ રન કરનાર બેટ્સમેન છે. અગાઉ આ રેકોર્ડ કોહલી અને દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાના નામે છે. અમલાએ 2010 અને કોહલીએ 2012માં 15-15 ઇનિંગ્સમાં 1 હજાર+ રન કર્યા હતા.

ટેસ્ટમાં સૌથી ઝડપી 4000 રન કરનાર કપ્તાન
કોહલી ટેસ્ટમાં સૌથી ઝડપી 4000 રન કરનાર કપ્તાન છે. તેણે 65 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે વિન્ડીઝના બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો છે. લારાએ 71 ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન અચીવ કર્યો હતો. કોહલી સૌથી વધુ 7 બેવડી સદી ફટકારનાર ભારતીય છે. તેણે સચિન અને વિરેન્દ્ર સહેવાગ (6-6 બેવડી)નો રેકોર્ડ તોડ્યો હતો. તે કપ્તાન તરીકે સૌથી વધુ 18 સદી ફટકારનાર ભારતીય છે. તેણે પૂર્વ કપ્તાન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (11 સદી)ને પાછળ છોડ્યો છે.

સૌથી વધુ વનડે સદી ફટકારનાર ભારતીય કપ્તાન

કપ્તાન સદી
વિરાટ કોહલી 18
સૌરવ ગાંગુલી 11
સચિન તેંડુલકર 6
મહેન્દ્રસિંહ ધોની 6
મોહમ્મદ અઝહરુદીન 4

કોહલી આઇપીએલની એક સીઝનમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન
માત્ર ટેસ્ટ અને વનડે જ નહીં ટી-20માં પણ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 2450 રન કરનાર બેટ્સમેનની સૂચિમાં બીજા સ્થાને છે. રોહિતે બાંગ્લાદેશ સામે 9 રન કરીને 2452 રન સાથે તેને પાછળ છોડ્યો હતો. કોહલી આઇપીએલની એક સીઝનમાં સૌથી વધુ 973 રન કરનાર બેટ્સમેન છે. તેણે 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 16 ઇનિંગ્સમાં ચાર સદી અને સાત ફિફટી મારી હતી.

એક સીઝનમાં સૌથી વધુ રન:

બેટ્સમેન ટીમ રન વર્ષ
વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 973 2016
ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ 848 2016
કેન વિલિયમ્સન સનરાઇઝર્સ હૈદરાબાદ 735 2018
ક્રિસ ગેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 733 2012
X
Kohli scored 10 thousand ODI runs in the shortest time, 44% against Chase

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી