તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે શ્રીલંકાને પુણેમાં 78 રને હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરી હતી. મેચ પછી કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, "જીતની સાથે વર્ષની શરૂઆત કરીને ખુશ છીએ, સાચા ટ્રેક પર આગળ વધી રહ્યા છીએ. ટીમે સીરિઝની અંતિમ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. 200 રનનો ટાર્ગેટ સેટ કરીને ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે."
મનીષ પાંડેએ 18 બોલમાં 31 અને શાર્દુલ ઠાકુરે 8 બોલમાં 22 રનની ઇનિંગ્સ રમી હતી. આ વિશે કોહલીએ કહ્યું કે, " મેચમાં એક સમયે ટીમ સંઘર્ષ કરી રહી હતી, ત્યારે મનીષ અને શાર્દુલે ફિનિશિંગ ટચ આપ્યો હતો. અમારી પાસે એવા ખેલાડીઓ છે જે સીનિયર્સ નિષ્ફ્ળ જાય ત્યારે ખાસ જવાબદારી સાથે બેટિંગ કરે છે."
ખેલાડીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાથી લોકોને રોકવા જોઈએ
કેપ્ટન કોહલીએ કહ્યું કે, ત્રણેય ઓપનર (ધવન, રાહુલ અને રોહિત) શાનદાર ફોર્મમાં છે. તેનાથી અમારી પાસે સારા વિકલ્પ રહે છે. પરંતુ મારુ માનવું છે કે ખેલાડીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાથી લોકોને રોકવા જોઈએ. આ એક ટીમ ગેમ છે. હું ખેલાડીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કોમેન્ટનું સમર્થન કરતો નથી.
અઘરી પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરવું જરૂરી: મલિંગા
શ્રીલંકાના કેપ્ટન લસિથ મલિંગાએ કહ્યું કે, ધનંજય ડી સિલ્વા અને એન્જલો મેથ્યુઝ સિવાય બધા જલ્દી આઉટ થઇ ગયા હતા. તેનું અમને નુકસાન થયું હતું. વિકેટ હાથમાં હોત તો અમે અંતિમ ઓવરોમાં મેચનું પરિણામ બદલી શક્યા હોત. અમારે દબાણમાં વધુ સારી બેટિંગ કરવાની જરૂર હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.