IPL / RCBના સોશિયલ મીડિયા પરથી બધા ફોટો ગાયબ થતા કોહલી સહિતના તમામ ખેલાડીઓ આશ્ચર્યમાં મુકાયા

વિરાટ કોહલી. -ફાઈલ ફોટો
વિરાટ કોહલી. -ફાઈલ ફોટો

  • RCBએ મંગળવારે મુથુટ ફાઈન કોર્પ સાથે ટાઇટલ સ્પોન્સર તરીકે 3 વર્ષનો કરાર કર્યો
  • તે પછી બુધવારે તમામ ફોટો ગાયબ થયા, ફ્રેન્ચાઈઝે બ્રાન્ડ ઇમેજ બદલવા પગલું લીધું તેવી સંભાવના

Divyabhaskar.com

Feb 13, 2020, 12:18 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બધા ફોટો ડિલીટ કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઈઝ પોતાની બ્રાન્ડ ઇમેજ બદલવાની હોવાથી તેણે આ પગલું લીધું છે. તે સાથે જ પ્લેયર્સે પણ વિવિધ રીતે આ અંગે પોસ્ટ કરીને ફેન ઇન્ટરેસ્ટ વધારી દીધો છે. વિરાટ કોહલીએ ટ્વીટ કરી કે, " પોસ્ટ ગાયબ (ડિલીટ) થઇ રહી છે અને કેપ્ટનને આ અંગે કોઈ જાણકારી નથી. મદદ જોતી હોય તો કહેજો."

કોહલીની પહેલા લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે ટ્વીટ કરી હતી કે, અરે RCB, આ કઈ ગુગલી છે? તમારી પ્રોફાઈલ ફોટો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ક્યાં જતી રહી? જ્યારે દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે લખ્યું હતું કે, RCB આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટને શું થયું ? આશા રાખું છું કે આ માત્ર એક સ્ટ્રેટેજી બ્રેક છે.

મુથુટ સાથે કરાર કર્યાના એક દિવસ પછી સોશિયલ મીડિયામાંથી ફોટો ગાયબ થયા
  • RCBએ તાજેતરમાં મુથુટ ફાઈન કોર્પ સાથે ટાઇટલ સ્પોન્સર તરીકેનો કરાર કર્યો છે. તેમણે મંગળવારે મુથુટ સાથે ત્રણ વર્ષની ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી હેઠળ બેંગ્લોરના ખેલાડીઓ જર્સીની ફ્રન્ટ સાઈડમાં તેમના લોગો સાથે રમતા જોવા મળશે. તેમજ ઘરઆંગણેની મેચોમાં સ્ટેડિયમમાં તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તેમને જગ્યા મળશે.
  • આ કરાર કર્યાના એક દિવસ પછી બેંગ્લોરે તમામ સોશિયલ મીડિયામાંથી ફોટો ડિલીટ કરી દીધા છે. બેંગ્લોરની ટીમ છેલ્લે 2016માં રનરઅપ રહી હતી. તે પછી તેમનો દેખાવ સાધારણ રહ્યો છે. 2017માં ટીમ અંતિમ સ્થાને, 2018માં છઠ્ઠા સ્થાને અને 2019માં ફરી પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે રહી હતી.
X
વિરાટ કોહલી. -ફાઈલ ફોટોવિરાટ કોહલી. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી