તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • KL Rahul Retains 6th Spot, Virat Kohli Moves To 9th In The Latest ICC T20 Batsman Ranking 2020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોહલી એક સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચ્યો; રાહુલ છઠ્ઠા સ્થાને, ટોપ 10માં માત્ર બે ભારતીય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરાટ કોહલી અને લોકેશ રાહુલ. -ફાઈલ ફોટો - Divya Bhaskar
વિરાટ કોહલી અને લોકેશ રાહુલ. -ફાઈલ ફોટો
 • રાહુલના 760 પોઈન્ટ્સ છે, તે પાંચમા સ્થાને વિરાજમાન મેક્સવેલથી 6 પોઈન્ટ્સ દૂર
 • કોહલીના 683 પોઈન્ટ્સ છે, ધવન એક સ્થાનના ફાયદા સાથે 15મા સ્થાને છે
 • ટોપ 10 બોલર્સમાં એકપણ ભારતીય નથી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓપનર લોકેશ રાહુલ શનિવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરેલા T-20 રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે.જ્યારે ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી એક સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચી ગયો છે. તેના 683 પોઈન્ટ્સ છે. અન્ય કોઈ બેટ્સમેન ટોપ-10માં સામેલ નથી, જયારે ટોપ 10 બોલર્સમાં એકપણ ભારતીયનો સમાવેશ થતો નથી. બોલર્સમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પ્રથમ સ્થાને છે. બુમરાહ આઠ સ્થાનના ફાયદા સાથે રેન્કિંગમાં 39મા સ્થાને છે. રાહુલ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલથી 6 પોઈન્ટ્સ પાછળ રાહુલે શ્રીલંકા સામે 45 અને 54 રનની ઇનિંગ્સ રમી હતી. તેને 26 પોઈન્ટ્સનો ફાયદો થયો છે. તેના અત્યારે 760 રેટિંગ પોઈન્ટ્સ છે અને તે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલથી 6 પોઈન્ટ્સ પાછળ છે. રાહુલના સાથે શિખર ધવનને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે 15મા સ્થાને પહોંચો ગયો છે. મનીષ પાંડે ચાર સ્થાનના ફાયદા સાથે 70મા ક્રમે પહોંચી ગયો છે. નવદીપ સૈની 146 સ્થાનના ફાયદા સાથે 98મા ક્રમે પહોંચ્યો ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીને રેન્કિંગમાં સૌથી વધારે ફાયદો થયો છે. તે 244મા ક્રમથી 98મા સ્થાને આવી ગયો છે. શાર્દુલ ઠાકુર 92મા સ્થાને છે. બંને બોલર્સે લંકા સામેની બે  T-20માં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. ભારતીય ટીમ રેન્કિંગમાં પાંચમા સ્થાને ICC ટીમ રેન્કિંગમાં ભારત 260 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. ભારતને 2 અંકનો ફાયદો અને લંકાને 2 અંકનું નુકસાન થયું છે. ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન પહેલા, ઇંગ્લેન્ડ બીજા અને દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો