તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Karnataka Beat Tamil Nadu By One Run In The Heartbreaking Final Of The Syed Mustak Ali Trophy, Becoming The Champion For The Second Year In A Row

કર્ણાટકે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની દિલધડક ફાઇનલમાં તમિલનાડુને એક રને હરાવ્યું, સતત બીજા વર્ષે ચેમ્પિયન બન્યું

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રોફી સાથે કર્ણાટકનો કેપ્ટન મનીષ પાંડે.
  • કર્ણાટકે કેપ્ટન મનીષ પાંડેના 60* રન થકી 20 ઓવરમાં 5 વિકેટે 180 રન કર્યા
  • જવાબમાં તમિલનાડુ 20 ઓવરના અંતે 6 વિકેટે 179 રન જ કરી શક્યું
  • અંતિમ ઓવરમાં તમિલનાડુને 13 રનની જરૂર હતી, રવિચંદ્રન અશ્વિને પ્રથમ બે બોલમાં બે ચોક્કા માર્યા
  • જોકે કે ગૌથમે શાનદારી વાપસી કરતા અંતિમ ચાર બોલમાં માત્ર ત્રણ રન આપીને જીત અપાવી

સ્પોર્ટ્સ ડેસ્ક: કર્ણાટકની ટીમ સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટમાં વિજેતા બની હતી. કર્ણાટકે તમિલનાડુને રવિવારે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં એક રને હરાવ્યું હતું. તેઓ 2018માં પણ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા હતા. ટોસ જીતીને દિનેશ કાર્તિકે કર્ણાટકને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે કેપ્ટન મનીષ પાંડેની સારી ઇનિંગ્સ થકી 20 ઓવરના અંતે 5 વિકેટે 180 રન ફટકાર્યા હતા. પાંડેએ 45 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી અણનમ 60 રન કર્યા હતા. તે ઉપરાંત રોહન કદમે 35, દેવદત્ત પડીકલે 32 અને લોકેશ રાહુલે 22 રનનું યોગદાન આપ્યું હતું. તમિલનાડુ માટે રવિચંદ્રન અશ્વિન અને મુરુગન અશ્વિને 2-2 વિકેટ, જ્યારે વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી.

બાબા અને વિજયની પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી
રનચેઝ દરમિયાન તમિલનાડુની શરૂઆત નબળી રહી હતી. ઓપનર્સ હરિ નિશાંત અને શાહરુખ ખાન અનુક્રમે 14 અને 16 રને આઉટ થયા હતા. સુંદર અને કાર્તિકને શરૂઆત મળી હતી, જોકે તેઓ તેને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા ન હતા. બંનેએ અનુક્રમે 24 અને 20 રન કર્યા હતા. તે પછી બાબા અપરિજિત અને વિજય શંકરે બાજી સંભાળી હતી. બાબાએ 25 બોલમાં 3 સિક્સ અને 1 ફોરની મદદથી 40 રન કર્યા હતા, જયારે વિજયે 27 બોલમાં 5 ફોરની મદદથી 44 રન ફટકાર્યા હતા.

અંતિમ ઓવરનો રોમાંચ
તમિલનાડુને ચેમ્પિયન બનવા અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. કેપ્ટન પાંડેએ કે ગૌથમેને રન ડિફેન્ડ કરવાની જવાબદારી સોંપી હતી. અશ્વિને પ્રથમ બે બોલમાં બે ચોક્કા મારીને મેચ તમિલ નાડુની તરફેણમાં લાવી દીધી હતી. 4 બોલમાં 5 રનની જરૂર હોય અને ક્રિઝ પર અશ્વિન-વિજય ઉભા હોય તો ટાર્ગેટ 10માંથી 9 વાર ચેઝ થઇ જવો જોઇએ. જોકે ગૌથમે ચેમ્પિયનની માફક વાપસી કરી હતી. ત્રીજો બોલ ખાલી ગયો હતો, જયારે ચોથા બોલે અશ્વિને સિંગલ લીધો હતો. 2 બોલમાં 4 રનની જરૂર. પાંચમા બોલે બીજો રન લેવાના પ્રયાસમાં શંકર રનઆઉટ થયો હતો અને અશ્વિને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રહ્યો હતો. અંતિમ બોલમાં ત્રણ રનની જરુર હતી, પરંતુ મુરુગન માત્ર લેગ-બાયનો એક રન લઇ શક્યો હતો. કર્ણાટક 2019ની વિજય હઝારે-ટ્રોફી જીત્યા પછી તે જ સીઝનમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પણ જીતનાર પ્રથમ ટીમ બની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો