• Home
  • Sports
  • Cricket
  • Latest News
  • I've struck out Kohli four times in the last one year, and have the confidence to bowl against him in the beginning of the innings: Zampa.

રાજકોટ / મેં છેલ્લા એક વર્ષમાં કોહલીને ચાર વાર આઉટ કર્યો છે, ઇનિંગ્સની શરૂઆતમાં તેની સામે બોલિંગ કરવાનો આત્મવિશ્વાસ છે: ઝામ્પા

I've struck out Kohli four times in the last one year, and have the confidence to bowl against him in the beginning of the innings: Zampa.

  • ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનરે કહ્યું કે, અમારું માનવું છે કે વિરાટને ઇનિંગ્સની શરૂઆતમાં લેગ સ્પિન રમવામાં તકલીફ પડે છે
  • પહેલી વનડે પછી પૂર્વ કપ્તાન સ્ટીવ વોએ કહ્યું હતું કે, વિરાટ ઝામ્પાને માન નથી આપતો એટલે તેની સામે આટલી બધી વાર આઉટ થાય છે
  • ઝામ્પાએ કહ્યું કે, હું વોની વાત સાથે સહમત નથી અને મને નથી લાગતું કે તે સ્ટેટમેન્ટ સાચું છે

Divyabhaskar.com

Jan 16, 2020, 01:23 PM IST

રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની બીજી મેચ શુક્રવારે રાજકોટમાં રમશે. પહેલી મેચમાં મુંબઈ ખાતે કાંગારુંએ ટીમ ઇન્ડિયાને 10 વિકેટે માત આપી હતી. વાનખેડેમાં ભારતના ત્રણેય ઓપનર્સ રમ્યા હોવાથી વિરાટ કોહલીને ચોથા નંબરે રમવું પડ્યું હતું. તેના લીધે ભારતીય ઇનિંગ્સ લય મેળવી શકી નહોતી અને 255 રનના સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થઇ હતી. કિંગ કોહલી વનડેમાં ચોથી વાર અને કુલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છઠ્ઠી વાર એડમ ઝામ્પાનો શિકાર થયો હતો. બીજી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં મેં વનડેમાં કોહલીને ચાર વાર આઉટ કર્યો છે, તે બેટિંગ કરવા આવે ત્યારે ઇનિંગ્સની શરૂઆતમાં તેની સામે બોલિંગ કરવાનો મને આત્મવિશ્વાસ છે.

કોહલીને ઇનિંગ્સની શરૂઆતમાં લેગ-સ્પિન રમવામાં તકલીફ પડે છે

અમારું માનવું છે કે વિરાટ ઇનિંગ્સની શરૂઆતમાં લેગ સ્પિનર્સને પીક કરી શકતો નથી. તે જેવો બેટિંગ કરવાનું શરૂ કરે મોમેન્ટમ ભારત તરફ શિફ્ટ થવાનું ચાલુ થઇ જાય છે. ગઈ મેચમાં પણ તેણે 14 બોલમાં 16 રન કર્યા હતા. તે જે પ્રકારની ઉર્જા ક્રિઝ પર લાવે છે, જે રીતે દોડે છે, ફાસ્ટર્સમાં કવર્સ પર ડ્રાઈવ મારે છે, તે જોતા તેને ઇનિંગ્સની શરૂઆતમાં આઉટ કરવો જરૂરી છે. ગઈ મેચમાં અમારો ગેમ પ્લાન તેની સામે શરૂઆતમાં લેગ સ્પિન બોલિંગ નાખવાનો હતો, આવતીકાલની મેચમાં અમારો પ્લાન જુદો હોય શકે છે.

આવતીકાલે કોહલી સામે બોલિંગ કરવી પડકાર રહેશે

કોહલી સામે આક્રમક અંદાજથી બોલિંગ કરવી જરૂરી છે. જો અમે ન કરીએ તો તે હાવી થઇ જાય છે અને ખબરનો પડે તે પહેલા મેચ પોતાના નામે કરી નાખે છે. ભારતમાં કોહલી જેવા દિગ્ગજ સામે બોલિંગ કરતી વખતે કેરેક્ટર બતાવવું જરૂરી છે. ચોક્કા-છગ્ગાથી ફર્ક ન પડવો જોઈએ કારણકે જો તેમ થશે તો તમારો મોરાલ ડાઉન થઇ જશે. કોહલીને મેં ઘણી વાર (6 વખત) આઉટ કર્યો છે. પરંતુ તેમાં કઈ પ્લાન હતો કે એવું નથી. તેણે 100 કરતા વધુની સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી છે. તેની સામે બોલિંગ કરવી અઘરી છે. પહેલી મેચમાં મારી સામે આઉટ થયા પછી આવતીકાલે તે વધુ સતર્ક રહેશે અને હંમેશાની જેમ તેની સામે બોલિંગ કરવી એક પડકાર રહેશે

ભારતમાં સતત બીજી સીરિઝ જીતવી બહુ મોટી વાત ગણાશે

વર્લ્ડ કપમાં નિરાશાજનક દેખાવ બાદ અમે ટીમમાં વાત કરી હતી તેમાંથી આગળ વધવું કેટલું જરૂરી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતને 3-2થી હરાવ્યા પછી અમારી પાસે સતત બીજી સીરિઝ જીતવાની સારી તક છે.

વિરાટે વખાણ કર્યા તે મોટી વાત છે

વિરાટે મુંબઈમાં મેચ હાર્યા પછી કહ્યું હતું કે, ઝામ્પા કાંગારુંનો સૌથી સ્કીલફૂલ બોલર હતો અને તેણે આત્મવિશ્વાસ સાથે સારી બોલિંગ કરી હતી. આ અંગે ઝામ્પાએ કહ્યું કે, તેણે મારા વખાણ કર્યા તે મારા માટે બહુ મોટી વાત છે. મારુ માનવું છે કે રાશિદ ખાન અને કુલદીપ યાદવ વર્લ્ડના શ્રેષ્ઠ લેગ સ્પિનર છે. તેમની બોલિંગમાં બેટ્સમેનને એ સમજતા વધુ તકલીફ પડે છે કે બોલ અંદર આવશે કે બહાર જશે. વનડેમાં મિડલ ઓવર્સમાં બોલિંગ કરવી અઘરી છે. T-20માં સતત પાંચ પ્લેયર 30 યાર્ડ સર્કલની બહાર હોય છે અને બેટ્સમેન એટેક કરતો હોય તો વિકેટ મળવાના ચાન્સ વધી જાય છે. હિંમત રાખીને બોલિંગ કરવી વનડેમાં બહુ જરૂરી છે.

એશ્ટન અગર સાથે બોલિંગ પાર્ટનરશીપ અંગે

અગર સાથે બોલિંગ કરવી નેથન લાયન સાથે બોલિંગ કરવા જેવી જ છે. લાયન ગયા વર્ષે એક છેડેથી રન નહોતો આપતો, તેથી બેટ્સમેન મારામાં શોટ રમવા જતા હતા અને વિકેટ ગુમાવતા હતા. અગર સાથે રોલ રિવર્સ થયો છે. અમે પરિસ્થિતિ પ્રમાણે નક્કી કરીએ છીએ કે કોણ રન બચાવવા (ડિફેન્સિવ) બોલિંગ કરશે અને કોણ એટેકીંગ બોલિંગ કરશે. બે સ્પિનર્સ રમતા હોય ત્યારે કોઈ એકના ભાગે ડેથ ઓવર્સમાં થોડી ઘણી બોલિંગ કરવાની આવે છે. જોકે તેનો ફાયદો એ છે કે સ્પિનર્સની હાજરીથી ટીમમાં કોમ્યુનિકેશન સુધરે છે. આગામી T-20 વર્લ્ડ કપમાં અમે બે સ્પિનર્સ સાથે રમી શકીએ છીએ. મને બિગ બેશમાં પણ નેપાળના સંદીપ લામીછાને સાથે બોલિંગ કરવાની મજા આવે છે.

મને નથી લાગતું કે સ્ટીવ વોની કોમેન્ટ વ્યાજબી છે
સ્ટીવ વોએ પહેલી વનડેમાં કોહલીના આઉટ થયા પછી કહ્યું હતું કે, તે ઝામ્પાને બોલિંગ તરીકે માન નથી આપતો. તેથી જ તેની બોલિંગમાં આટલી બધી વાર આઉટ થઇ રહ્યો છે. આ અંગે ઓસ્ટ્રેલિયાના લેગીએ કહ્યું કે, મને નથી લાગતું કે આ સાચું, તે મને રિસ્પેક્ટ (માન) નથી આપતો તે વાત વ્યાજબી નથી.

X
I've struck out Kohli four times in the last one year, and have the confidence to bowl against him in the beginning of the innings: Zampa.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી