નિર્ણય / આઈપીએલ 2020થી ભવ્ય ઓપનિંગ સેરેમની નહીં થાય,  બીસીસીઆઈએ કહ્યું- આ માત્ર પૈસાનો વ્યય છે

IPL won't be a grand opening serum from 2020, says BCCI - it's just a waste of money

Divyabhaskar.com

Nov 07, 2019, 12:15 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક : આઈપીએલના પ્રારંભ સમયે થતી ઓપનિંગ સેરેમની હવે આગામી વર્ષથી નહીં જોવા મળે. બીસીસીઆઈએ ભવ્ય ઓપનિંગ સેરેમની કરાવવાની પ્રથા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડનું માનવું છે કે, આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં ઘણો ખર્ચ થાય છે અને તે બોર્ડના પૈસાનો વ્યય છે.

ઓપનિંગ સેરેમનીમાં 20 કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ ઉપરાંત બોર્ડ માને છે કે, હવે દર્શકોમાં પણ ઓપનિંગ સેરેમનીનો ઉત્સાહ જોવા મળતો નથી. આ સાથે જે સેલિબ્રિટિઝને બોલાવવામાં આવે છે તેઓને મોટી રકમ આપવી પડે છે. આ વર્ષે પણ પુલવામા હુમલાના કારણે આઈપીએલ ઓપનિંગ સેરેમની નહોતી રાખવામાં આવી. તેની રકમ સૈન્યને આપવામાં આવી હતી.

X
IPL won't be a grand opening serum from 2020, says BCCI - it's just a waste of money
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી