સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય અંડર-19 ટીમ શનિવારે કોલોમ્બો ખાતે બાંગ્લાદેશને 5 રને હરાવીને ચેમ્પિયન બની હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 106 રનમાં ઓલઆઉટ થઇ હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 101 રનમાં ઓલઆઉટ થતા ભારત સતત બીજા વર્ષે વિજેતા બન્યું હતું.
ભારતના ત્રણ બેટ્સમેનોએ ડબલ ડિજિટમાં સ્કોર કર્યો
ભારત માટે પ્રથમ દાવમાં કરન લાલે 37 રન, ધ્રુવ જુરેલે 33 રન અને શાશ્વત રાવતે 19 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં રન કરી શક્યું ન હતું. બાંગ્લાદેશ માટે એમ ચક્રવર્તી અને શમીમ હોંસેને 3-3 વિકેટ લીધી હતી.
અથર્વે 5 વિકેટ ઝડપીને ભારતને મેચ જીતાડી
રનચેઝ દરમિયાન બાંગ્લાદેશી ટીમ પાસે ભારતીય ડાબોડી સ્પિનર અથર્વ અંકોલકરનો કોઈ જવાબ ન હતો. તેણે 8 ઓવરમાં 2 મેડન સહિત 28 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે ઉપરાંત આકાશ સિંહે 3 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે તેમના કપ્તાન અકબર અલીએ સર્વાધિક 23 રન કર્યા હતા.
એશિયા કપ અંડર-19 વિજેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.