ક્રિકેટ / ભારતીય અમ્પાયર જનાની નારાયણન અને વૃંદા રાથીને ICC પેનલમાં સ્થાન મળ્યું

વૃંદા રાથી અને જનાની નારાયણન (જમણે)નો ફાઇલ ફોટો.
વૃંદા રાથી અને જનાની નારાયણન (જમણે)નો ફાઇલ ફોટો.

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 05:41 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય અમ્પાયર જનાની નારાયણન અને વૃંદા રાથીને મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કમિટી (ICC)ની ડેવલપમેન્ટ અમ્પાયર્સની આંતરરાષ્ટ્રીય પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમના સમાવેશ સાથે વિવિધ ICC પેનલમાં હવે કુલ 12 મહિલા મેચ અધિકારીનો સમાવેશ થાય છે.

નારાયણન (34) અને રાથી (31) અનુક્રમે ચેન્નઈ અને મુંબઇના છે, તેઓ વર્ષ 2018થી ભારતમાં ઘરેલુ મેચોમાં ફરજ નિભાવી રહ્યા છે. નારાયણન ઇંગલિશ અમ્પાયર ડેવિડ શેફર્ડ અને નિવૃત્ત ભારતના અમ્પાયર એસ વેંક્ટરાઘવનને પોતાના આદર્શ માને છે. તે ક્રિકેટ બેકગ્રાઉન્ડમાંથી આવતી નથી, જ્યારે રાથી મુંબઈ યુનિવર્સિટી તરફથી 2007/08 થી 2010/11 દરમિયાન પેસ બોલર તરીકે રમી હતી.

નારાયણને ICC દ્વારા રિલીઝ કરવા આવેલા સ્ટેટમેન્ટમાં કહ્યું કે, "મને અને વૃંદાને ICCની પેનલમાં સામેલ કરવામાં આવ્યા તે જાણીને ખૂબ આનંદ થાય છે." "આનાથી મને સિનિયરો પાસેથી શીખવાની અને આવનારા વર્ષોમાં સુધરવાની તક મળે છે. હું ઉચ્ચ સ્તરીય સાથે રમત સાથે સંકળાયેલ હોવાનું ઇચ્છું છું."

રાથીએ કહ્યું કે, "મને ICCની ડેવલપમેન્ટ પેનલમાં નામ મેળવવાથી ખુશી થઈ છે કારણ કે આ મારા માટે નવી રસ્તા ખોલે છે. "મને ખાતરી છે કે મને પેનલના અન્ય સભ્યો પાસેથી ઘણું શીખવા મળશે."

ICC પેનલની અન્ય મહિલા મેચ અધિકારીઓમાં: જી.એસ. લક્ષ્મી, શાન્દ્રે ફ્રિટ્ઝ (આંતરરાષ્ટ્રીય પેનલ મેચ રેફરીઝ); લોરેન એજેનબેગ, કિમ કોટન, શિવાની મિશ્રા, ક્લેર પોલોસાક, સુ રેડ્ફરન, એલોઇઝ શેરીડન, મેરી વોલ્ડરોન, જેક્યુલિન વિલિયમ્સ (આઇસીસી ડેવલપમેન્ટ અમ્પાયર્સની તમામ આંતરરાષ્ટ્રીય પેનલ)નો સમાવેશ થાય છે.

X
વૃંદા રાથી અને જનાની નારાયણન (જમણે)નો ફાઇલ ફોટો.વૃંદા રાથી અને જનાની નારાયણન (જમણે)નો ફાઇલ ફોટો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી