- ભારત ત્રણ મેચની સીરિઝમાં 1-0થી આગળ, પહેલી મેચ રદ થઇ હતી, બીજી મેચ 59 રને જીત્યું
- વિન્ડીઝ સામે 2006 પછી ભારત એક પણ બાઈલેટરલ સીરિઝ હાર્યું નથી
- મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે સોની નેટવર્ક પર થશે
Divyabhaskar.com
Aug 14, 2019, 09:18 AM ISTસ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ બુધવારે પોર્ટ ઓફ સ્પેન ખાતેની ત્રીજી વનડેમાં ટકરાશે ભારતીય સમયાનુસાર મેચ સાંજે 7 વાગે શરૂ થશે. ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. પહેલી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે બીજી મેચ ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 59 રને જીતી હતી. ભારત 2006થી વિન્ડીઝ સામે બાઈલેટરલ સીરિઝ હાર્યું નથી અને આજે સતત 9મી સીરિઝ પોતાના નામે કરી શકે છે.
ભારત વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી 10માંથી 7 મેચ જીત્યું, 2 હાર્યું અને 1 મેચ ટાઈ થઇ હતી.રવિવારે વિરાટ કોહલીની 42મી સદી થકી ભારતે વિન્ડીઝને સરળતાથી હરાવ્યું હતું. જોકે ટીમ હજી સુધી ચોથા નંબરે કોણ બેટિંગ કરશે તેનો જવાબ આપી શકી નથી. ઋષભ પંત ફરી એક વાર વિકેટ ફેંકીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે મુંબઈકર શ્રેયસ ઐયરે જવાબદારી પૂર્વક બેટિંગ કરતા 71 રન કર્યા હતા. પૂર્વ ક્રિકેટર ગાવસ્કરના જણાવ્યા અનુસાર શું ટીમ ઐયરને ચોથા ક્રમે તક આપશે કે પંતને જાળવી રાખશે, તે જોવાનું રહેશે.
બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની રમતમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. ક્રિસ ગેલ બ્રાયન લારાનો રેકોર્ડ તોડીને સર્વાધિક રન સ્કોરર જરૂર બન્યો હતો. પરંતુ તેનો એપ્રોચ નિરાશાજનક હતો. કદાચ તે આજે તેના કરિયરની છેલ્લી મેચ રમે તેવું બની શકે છે. એવીન લુઈસ, શિમરોન હેટમાયર અને નિકોલસ પૂરન ત્રણેય શરૂઆતને મોટો સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા નથી વિન્ડીઝના કપ્તાન હોલ્ડરને આજે તેના બેટ્સમેન પાસેથી સારા દેખાવની આશા રહેશે.
પિચ: બીજી વનડેની જેમ જ બીજા દાવમાં બેટિંગ કરવી અઘરી સાબિત થશે. પિચ ધીમી થતી જશે અને સ્પિનર્સ મેદાનમાં આવી શકે છે. ટોસ જીતનાર કપ્તાની પ્રથમ બેટિંગ કરશે તેવું જણાઈ રહ્યું છે.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને ખલીલ અહેમદ
વેસ્ટ ઇન્ડિઝ: જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ અને જોન કેમ્બેલ અને કેમર રોચ