બીજી ટેસ્ટ / પ્રથમ દિવસના અંતે ભારત 273/3, અગ્રવાલે સતત બીજી મેચમાં સદી મારી, કોહલી અને પુજારાની ફિફટી

અગ્રવાલે 195 બોલની ઇનિંગ્સ દરમિયાન 16 ચોક્કા અને 2 છગ્ગા માર્યા હતા.
અગ્રવાલે 195 બોલની ઇનિંગ્સ દરમિયાન 16 ચોક્કા અને 2 છગ્ગા માર્યા હતા.
India vs South Africa Second Test Day one live updates
મયંક અગ્રવાલની વિકેટ લીધા પછી ઉજવણી કરતી દક્ષિણ આફ્રિકાની ટીમ.
મયંક અગ્રવાલની વિકેટ લીધા પછી ઉજવણી કરતી દક્ષિણ આફ્રિકાની ટીમ.
India vs South Africa Second Test Day one live updates

 • મયંક અગ્રવાલે 108, ચેતેશ્વર પુજારાએ 58 અને વિરાટ કોહલીએ 63* રન કર્યા, રબાડાએ ત્રણેય વિકેટ લીધી
 • અગ્રવાલ સહેવાગ પછી દ.આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો

Divyabhaskar.com

Oct 10, 2019, 04:50 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત બીજી ટેસ્ટમાં પુણે ખાતે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે. ટોસ જીતીને બેટિંગ પસંદ કરતાં ભારતે દિવસના અંતે 3 વિકેટ ગુમાવીને 273 રન કર્યા હતા. ઓપનર મયંક અગ્રવાલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં 195 બોલમાં 108 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી હતી. તે સહેવાગ પછી દ.આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો છે. ગઈ મેચમાં વિશખાપટ્ટનમમાં તેણે 215 રન ફટકાર્યા હતા. સહેવાગે 2010માં પ્રોટિયાસ સામે સતત બે ટેસ્ટમાં સદી મારી હતી. તેણે નાગપુરમાં 109 અને કોલકાતામાં 165 રનની ઇનિંગ્સ રમી હતી.

પુજારા અને કોહલીની ફિફટી
અગ્રવાલ સિવાય ચેતેશ્વર પુજારાએ પણ પોતાની લયનો ફાયદો ઉઠાવતો કરિયરની 22મી ફિફટી મારી હતી. તેણે 112 બોલમાં 9 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. તેમજ બીજી વિકેટ માટે મયંક અગ્રવાલ સાથે 138 રનની ભાગીદારી કરી હતી. તેના આઉટ થયા પછી વિરાટ કોહલીએ પોતાની આગવી શૈલીથી બેટિંગ કરીને દ.આફ્રિકાને મેચમાં કમબેક કરવાની તક આપી ન હતી. કોહલીએ પોતાના કરિયરની 23મી ફિફટી મારી છે. દિવસના અંતે તે 63 રને અને અજિંક્ય રહાણે 18 રને અણનમ હતા. ગઈ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર રોહિત શર્મા 14 રને રબાડાની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.

.

ભારત માટે એક સીરિઝમાં ઓપનર્સે 4 સદી ફટકારી:

 • v વેસ્ટ ઇન્ડિઝ, 1970-71 - સુનિલ ગાવસ્કર (4)
 • v વેસ્ટ ઇન્ડિઝ, 1978-79 - સુનિલ ગાવસ્કર (4)
 • v શ્રીલંકા, 2009-10 - સહેવાગ (2), ગંભીર (2)
 • v SA, 2019-20* - રોહિત (2), મયંક (2)

(ભારતીય ઓપનર્સે એક સીરિઝમાં ક્યારેય પાંચ સદી ફટકારી નથી.)

પોતાની છઠી ટેસ્ટ રમી રહેલ મયંકનો પ્રથમ ઇનિંગ્સમાં સ્કોર:

 • 76 v ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન
 • 77 v ઓસ્ટ્રેલિયા, સિડની
 • 5 v વેસ્ટ ઇન્ડિઝ, નોર્થ સાઉન્ડ
 • 55 v વેસ્ટ ઇન્ડિઝ, કિંગ્સ્ટન
 • 215 v દક્ષિણ આફ્રિકા, વિશખાપટ્ટનમ
 • 108 v દક્ષિણ આફ્રિકા, પુણે

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારતના કપ્તાન વિરાટ કોહલીએ બીજી ટેસ્ટમાં પુણે ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે. હનુમા વિહારીની જગ્યાએ ઉમેશ યાદવ રમી રહ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં ડેન પીટની જગ્યાએ ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે રમી રહ્યો છે. દ.આફ્રિકા એશિયામાં સતત 9મી મેચમાં ટોસ હાર્યું છે.

ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: એડન માર્કરામ, ડીન એલ્ગર, બ્રૂઇન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, એનરિચ નોર્ટજે અને કગીસો રબાડા

ભારત માટે સૌથી વધુ મેચમાં કપ્તાની:

ટેસ્ટ ખેલાડી જીત
60 મહેન્દ્રસિંહ ધોની 27
50* વિરાટ કોહલી 29*
49 સૌરવ ગાંગુલી 21
47 સુનિલ ગાવસ્કર 9
47 મોહમ્મદ અઝહર 14
40 એમકે પટૌડી 9
X
અગ્રવાલે 195 બોલની ઇનિંગ્સ દરમિયાન 16 ચોક્કા અને 2 છગ્ગા માર્યા હતા.અગ્રવાલે 195 બોલની ઇનિંગ્સ દરમિયાન 16 ચોક્કા અને 2 છગ્ગા માર્યા હતા.
India vs South Africa Second Test Day one live updates
મયંક અગ્રવાલની વિકેટ લીધા પછી ઉજવણી કરતી દક્ષિણ આફ્રિકાની ટીમ.મયંક અગ્રવાલની વિકેટ લીધા પછી ઉજવણી કરતી દક્ષિણ આફ્રિકાની ટીમ.
India vs South Africa Second Test Day one live updates
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી