પ્રિવ્યુ / ભારત પાસે ઘરઆંગણે સતત 11 ટેસ્ટ સીરિઝ જીતનાર પ્રથમ ટીમ બનવાની તક

India has the opportunity to become the first team to win 11 consecutive Test series at home

  • કોહલીની કપ્તાન તરીકે 50મી ટેસ્ટ, 49 ટેસ્ટમાં માત્ર 29 જીત મેળવી, માત્ર સ્ટીવ વો (36) અને રિકી પોન્ટિંગ (34)થી પાછળ
  • આર અશ્વિને 350 વિકેટ ઝડપી છે, શ્રીલંકાના ચામિંડા વાસ અને ઓસ્ટ્રેલિયાના ડેનિસ લિલીથી 5 વિકેટ દૂર
  • મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર સવારે 9:30 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે

Divyabhaskar.com

Oct 09, 2019, 05:43 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને દક્ષિણ આફ્રિકા ગુરુવારે પુણે ખાતે ત્રણ ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમશે. વિશખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટ 203 રને જીત્યા પછી ટીમ ઇન્ડિયા આ મેચ જીતવા માટે પણ ફેવરિટ છે. જો ભારત આ મેચ જીતે તો ઘરઆંગણે સતત 11 સીરિઝ જીતનાર પ્રથમ ટીમ બનશે. 2012માં ઇંગ્લેન્ડ સામે 1-2થી હાર્યા પછી ભારત ઘરઆંગણે એક પણ સીરિઝ હાર્યું નથી.

ઘરઆંગણે સતત સૌથી વધુ સીરિઝ જીતનાર ટીમ:

દેશ જીત વર્ષ
ભારત 10* 2015થી અપરાજિત
ઇંગ્લેન્ડ 9 1884-1891
ઓસ્ટ્રેલિયા 9 2005-2008

અશ્વિન પાસે વાસ અને લિલીને પાછળ છોડવાની તક
આ મેચમાં રવિચંદ્રન અશ્વિન પાસે શ્રીલંકાના ચામિંડા વાસ અને ઓસ્ટ્રેલિયાના ડેનિસ લિલીને પાછળ છોડવાની તક છે. અશ્વિને 66 ટેસ્ટમાં 350 વિકેટ લીધી છે. વાસે 111 અને લિલીએ 70 મેચમાં 355 વિકેટ લીધી છે. અશ્વિન જો મેચમાં 13 વિકેટ ઝડપે તો પૂર્વ પાકિસ્તાની ખેલાડી ઇમરાન ખાન અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીને પણ પાછળ છોડી શકે છે. તેમજ ઓસ્ટ્રેલિયાના નેથન લાયન (363 વિકેટ)ની બરોબરી કરી લેશે. ઇમરાને 88 મેચમાં 362 વિકેટ અને વિટ્ટોરીએ 113 મેચમાં 362 વિકેટ લીધી છે.

પુણેમાં ભારત બીજી ટેસ્ટ રમશે: 2017માં પુણે ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારત કાંગારું સામે 333 રને હાર્યું હતું. તે મેચમાં ટીમ ઇન્ડિયા બંને દાવમાં 150 રન કરવામાં પણ નિષ્ફ્ળ રહી હતી. સ્ટીવ ઓ કેફીએ 12 વિકેટ, જયારે સ્ટીવ સ્મિથે સદી ફટકારીને ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા 260 અને 285ના જવાબમાં ભારત 105 અને 107 રનમાં ઓલઆઉટ થયું હતું. આઈસીસીએ પિચને ખરાબ રેટિંગ આપ્યું હતું. તેવામાં પુણેના પિચ ક્યુરેટર આ મેચમાં પિચને લઈને દબાણ અનુભવતા હશે તેમાં કોઈ શંકા નથી. જોકે તે પછી ભારતમાં રમાયેલી 10 ટેસ્ટમાંથી ભારત એકપણ મેચ હાર્યું નથી. 7માં ટીમે જીત મેળવી છે, જયારે 3 મેચ ડ્રો રહી હતી.

ભારત vs દક્ષિણ આફ્રિકા હેડ ટૂ હેડ: બંને ટીમ અત્યાર સુધીમાં 37 ટેસ્ટ રમી છે, તેમાંથી ભારતે 12માં જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકાને 15માં સફળતા મળી છે, જ્યારે 10 મેચ ડ્રો રહી છે. ભારતમાં બંને ટીમ વચ્ચે 17 મેચ રમાઈ છે, જેમાંથી ભારત 9 મેચ જીતવામાં સફળ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા 5 મુકાબલા જીત્યું, જ્યારે 3 મેચ ડ્રો રહી હતી.

પિચ અને વેધર રિપોર્ટ: પુણેમાં પાંચેય દિવસ બપોરના વરસાદની સંભાવના છે. જોકે તેની મેચના રિઝલ્ટ પર કોઈ અસર પડશે નહીં. મેચની પૂર્વ સંધ્યાએ થોડું ઘાસ જોવા મળ્યું હતું, જોકે તે મેકઅપ સમાન માત્ર દેખાવ ખાતર હોય તેમ એક્સપર્ટ્સનું માનવું છે. બંને ટીમ પિચને અલગ રીતે રીડ કરી રહી હોય તેમ જણાય છે. ફાફ ડુ પ્લેસીસનું માનવું છે કે સ્પિનર્સને પ્રથમ ટેસ્ટ કરતાં વધારે મદદ મળશે, જયારે કોહલીનું કહેવું છે કે તે કોઈ પણ પ્રકારની ધારણા બાંધ્યા વગર મેદાને ઉતરશે અને ટોસ પહેલા ટીમ કોમ્બિનેશનને લઈને ફ્લેક્સિબલ રહેશે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી
દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ 11: એડન માર્કરામ, ડીન એલ્ગર, બ્રૂઇન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, લૂંગી ગિડી અને કગીસો રબાડા

X
India has the opportunity to become the first team to win 11 consecutive Test series at home
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી