તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India And Australia Will Arrive On 15th January In Rajkot And Attend Practice Sessions On 16th, For The Second ODI Which Will Be Played On 17th

ભારત-ઓસ્ટ્રેલિયા ટીમનું 15મીએ આગમન, 16મીએ કરશે પ્રેક્ટિસ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરાટ કોહલી, કેપ્ટન, ઇન્ડિયન ક્રિકેટ ટીમ
  • મકરસંક્રાંતિ બાદ રાજકોટમાં ત્રણ દિવસ ક્રિકેટ ફિવર

રાજકોટઃ મકરસંક્રાંતિ બાદ રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાશે. ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વન ડે સિરીઝનો બીજો વન ડે મેચ રાજકોટમાં તા.17ના રોજ રમાવાનો છે. 1986 બાદ બીજી વખત રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવવાનો હોવાથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે બંને ટીમ તા.15ના ખાસ પ્લેન મારફતે રાજકોટ આવી પહોંચશે. ભારતીય ક્રિકેટ ટીમ શહેરની હોટેલ સયાજીમાં, જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ હોટેલ ઇમ્પિરિયલ પેલેસમાં રોકાણ કરશે.

1 તારીખથી બુકિંગ ચાલુ
તા.16ને ગુરુવારે સવારે 10 વાગ્યે ઓસ્ટ્રેલિયાની ટીમ ખંઢેરી સ્ટેડિયમ પર નેટ પ્રેક્ટિસ કરશે. જ્યારે ટીમ ઇન્ડિયા બપોરે બે વાગ્યે પ્રેક્ટિસ કરવા સ્ટેડિયમ પહોંચશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા ટી-20 મેચ પછી 70 દિવસ બાદ વધુ એક આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં રમાવવાનો હોય ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા.1થી ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરાયું છે. ઓનલાઇન બુકિંગ શરૂ થયાના માત્ર એક જ કલાકમાં 800 ટિકિટ (તમામ સ્ટેન્ડની) બુક થઇ ગઇ હતી. તેમજ બીજા દિવસે ગુરુવારે પણ કલાક-દોઢ કલાકમાં બુકિંગનો ક્વોટા પૂરો થઇ ગયો હતો. આગામી તા.9ના રોજ શહેરમાં ટિકિટ કાઉન્ટર પર ટિકિટનું વેચાણ થશે તેમ સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું છે.

ભારત-ઓસ્ટ્રેલિયા સ્કવોડ
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમી

ઓસ્ટ્રેલિયા: આરોન ફિન્ચ (કપ્તાન), અસ્ટોન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવૂડ, માર્નસ લબુશાને, કેન રિચાર્ડસન, ડાર્સી શોર્ટ, સ્ટિવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, એસ્ટોન ટર્નર, ડેવિડ વોર્નર અને એડમ ઝાંપા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો