અભ્યાસ મેચ / ન્યૂઝીલેન્ડ-11 સામે ભારત 263 રનમાં ઓલ આઉટ, 8 બેટ્સમેન દસના આંકડાંને વટાવી ન શક્યા

India all out 263 runs against New Zealand XI in tour match

  • પૃથ્વી શો, શુભમન ગીલ, રિદ્ધિમાન સાહા અને અશ્વિન શૂન્ય રને આઉટ
  • પ્રથમ ઈનિંગમાં હનુમા વિહારીએ 101 રન અને પુજારાએ 93 રન બનાવ્યા

Divyabhaskar.com

Feb 14, 2020, 02:56 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ન્યૂઝીલેન્ડ ઈલેવન વચ્ચે હેમિલ્ટનમાં ત્રણ દિવસીય અભ્યાસ મેચ રમાઈ રહી છે. શુક્રવારે પ્રથમ દિવસે ભારતની ટીમ 263 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતના 8 ખેલાડીઓ 10 રનના સ્કોરને વટાવી શક્યા નહતા તેમાંથી ચાર બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે.

ટોસ જીતીને ભારતે બેટિંગ લીધી હતી. પૃથ્વી શો, શુભમન ગીલ, રિદ્ધિમાન સાહા અને અશ્વિન શૂન્ય રને આઉટ થયા હતા. મયંક અગ્રવાલ એક રન, રિષભ પંત સાત રન, ઉમેશ યાદવ નવ રન અને રવિન્દ્ર જાડેજા આઠ રન બનાવી શક્યા. પ્રથમ ઈનિંગમાં હનુમા વિહારીએ 101 રન અને પુજારાએ 93 રન બનાવ્યા હતા.

વિકેટ પડવાનો ક્રમ : 0/1, 5/2, 5/3, 38/4, 233/5, 246/6, 246/7, 250/8, 263/9, 263/10.

બોલિંગ : સ્કોટ કુગલિન: 14-2-40-3, બ્લેર ટિકનેર : 15-3-37-0, ડેરેસ મિશેલ : 7-1-15-0, જિમી નીશમ : 13-3-29-1, જેક ગિબ્સન : 10-1-26-2, ઈશ સોઢી : 14.5-0-72-3, રચિન રવિન્દ્ર : 5-1-30-0.

X
India all out 263 runs against New Zealand XI in tour match

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી