વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ / જો મને પોઈન્ટ્સ ટેબલ બનાવવાનું કહેવામાં આવત તો હું વિદેશમાં જીત માટે ડબલ પોઈન્ટ્સ રાખત: કોહલી

If I was asked to create points table, I would have double points for the away win in Test Championship:  Virat Kohli

Divyabhaskar.com

Oct 09, 2019, 01:20 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે, "વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપના લીધે બાઈલેટરલ સીરિઝનું મહત્ત્વ વધી ગયું છે. તેમજ ટેસ્ટ ક્રિકેટનું સ્ટાન્ડર્ડ સુધરી રહ્યું છે. ફોર્મેટને વધુ રોમાંચક બનાવવા માટે વિદેશમાં જીત માટે ટીમને ડબલ પોઈન્ટ્સ મળવા જોઈએ. તેણે કહ્યું કે, જો મને પોઈન્ટ્સ ટેબલ બનાવવાનું કહેવામાં આવત તો હું વિદેશમાં જીત માટે ડબલ પોઈન્ટ્સ રાખત. મને લાગે છે આઈસીસી પહેલી આવૃત્તિ પછી આ ફેરફાર કરશે."
ટીમો હવે જીતવા માટે રમે છે

કોહલીએ કહ્યું કે, દરેક સીરિઝની જેમ દરેક મેચનું પણ મહત્ત્વ વધી ગયું છે. પહેલા ત્રણ ટેસ્ટની સીરિઝમાં જે મેચમાં ટીમો ડ્રો માટે રમતી હતી, હવે તે મેચોમાં પણ વધુ પોઈન્ટ્સ મેળવવા જીત માટે રમે છે. મારુ માનવું છે કે ટેસ્ટ ફોર્મેટ માટે આના કરતા વધુ સારું કઈ નથી. મેચો વધુ રોમાંચક બનશે અને બધી ટીમોએ દરેક સેશનમાં પ્રોફેશનલ ક્રિકેટ રમવું પડશે. ખેલાડીઓએ પહેલા કરતા વધુ મહેનત કરવી પડશે જે મારા અનુસાર ટેસ્ટ ક્રિકેટનું સ્ટાન્ડર્ડ સુધારે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફોર્મેટ

12 ટેસ્ટ રમનારા દેશોમાંથી ટોપ-9માં સામેલ ટીમો જ આ ચેમ્પિયનશિપ રમી રહી છે. આયરલેન્ડ અને અફઘાનિસ્તાનને ટૂર્નામેન્ટમાં રમવાની તક મળી નથી. બીજી બાજુ ઝિમ્બાબ્વેની ટીમ પર પ્રતિબંધ લાગી ગયો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તમામ ટીમ 6 સીરીઝ રમશે. જેમાં ત્રણ સીરીઝ ઘરેલૂ અને ત્રણ વિદેશી જમીન પર હશે. એક સીરીઝમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ 5 ટેસ્ટ રમી શકાય છે. લીગ રાઉન્ડ પૂર્ણ થયા બાદ જૂન 2021માં ઈંગ્લેન્ડના ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાશે.

આ રીતે ટીમોને પોઈન્ટ્સ મળે છે

સિરીઝમાં મેચ મેચ જીતવા પર પોઈન્ટ્સ ટાઈ થાય તો પોઈન્ટ્સ ડ્રો થાય તો પોઈન્ટ્સ હાર
2 60 30 20 0
3 40 20 13.3 0
4 30 15 10 0
5 24 12 8 0

બધી ટીમો અલગ-અલગ માત્રામાં મેચો રમવાની હોવાથી આઇસીસીએ પોઈન્ટ્સ સિસ્ટમને બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે. દરેક સિરીઝમાં એક ટીમ વધુમાં વધુ 120 પોઈન્ટ્સ જીતી શકે છે. મતલબ કે ભારત દક્ષિણ આફ્રિકા સામે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમવાનું છે. જો ભારત એક મેચ જીતે તો તેને 40 પોઇન્ટ મળશે અને ત્રણેય મેચ જીતે તો તેને 120 પોઇન્ટ મળશે. જો મેચ ડ્રો થાય તો આઈસીસી બંને ટીમને 1/3-1/3 પોઇન્ટ આપશે, જેથી બંને ટીમ ડ્રો માટે નહીં અને રિઝલ્ટ માટે રમે. મતલબ કે ભારત-દક્ષિણ આફ્રિકાની મેચ ડ્રો થાય તો બંને ટીમને 40/3 - 13.3-13.3 પોઇન્ટ મળશે.

શું આ પોઇન્ટ સિસ્ટમ સારી છે?
આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટ અને બાઈલેટરલ સિરીઝમાં બધાને રસ પડે તે માટે સારું પગલું લીધું છે. જોકે આ સિસ્ટમ ખામીઓ તો છે જ! કોઈ પણ ટીમને વિદેશમાં જીત માટે વધુ પોઇન્ટ મળતા નથી, જે ખોટું કહેવાય. તેમજ 2-3 ટેસ્ટની સિરીઝ રમનાર ટીમને ફાયદો થશે કારણકે તેઓને 5 મેચની સરખામણીએ ઓછા સ્ટ્રેસ સાથે રમીને વધુ પોઈન્ટ્સ મળશે. જોકે આઈસીસીએ પહેલી વાર આ ફોર્મેટ બહાર પાડ્યું હોવાથી હવે પછીની આવૃત્તિમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

X
If I was asked to create points table, I would have double points for the away win in Test Championship:  Virat Kohli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી