તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ICC Plans To Organize World T20 Annually From 2023 And One Day World Cup Every Three Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2023થી દર વર્ષે વર્લ્ડ ટી-20, 3 વર્ષે વર્લ્ડ કપ યોજવાની યોજના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવકમાં ઘટાડાના ડરથી ‌BCCI આ નિર્ણયની વિરુદ્ધમાં છે
  • ગાંગુલી નવા બોર્ડ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે ત્યારે તેમની માટે પ્રથમ પડકાર આઈસીસી સાથે આ મુદ્દે ડીલ કરવાનો રહેશે

સ્પોર્ટ્સ ડેસ્ક: આઈસીસી 2023થી ક્રિકેટની મલ્ટી નેશનલ ટૂર્નામેન્ટ્સના આયોજનના સમયમાં ફેરફાર કરવા માટે વિચારી રહ્યું છે. તે 2023થી 28 સુધી દર વર્ષે વર્લ્ડ ટી-20 અને દર 3 વર્ષે વન-ડે વર્લ્ડ કપ કરાવવા માગે છે. આઈસીસીનું માનવું છે કે તેનાથી ક્રિકેટના વિસ્તરણમાં મદદ મળશે. આ સાથે જ ગ્લોબલ મીડિયા રાઈટ્સ થકી આઈસીસી રેવેન્યૂમાં વધારો થશે. હાલ વર્લ્ડ ટી-20 દર 2 વર્ષે અને વર્લ્ડ કપ દર 4 વર્ષે યોજાય છે.
હવે બીસીસીઆઈને ડર છે કે, આઈસીસીની આ યોજનાના કારણે તેની મીડિયા રાઈટ્સ થકી થતી કમાણીમાં ઘટાડો જોવા મળી શકે છે. કારણ કે, જો દર વર્ષે આઈસીસીની પ્રીમિયમ ટૂર્નામેન્ટ્સ યોજાશે તો બ્રોડકાસ્ટર્સ તેના રાઈટ્સ મેળવવા માટે પૈસા ખર્ચ કરવા પ્રાથમિકતા આપશે, ના કે દ્વિપક્ષીય સીરિઝ માટે. અત્યાર સુધી બીસીસીઆઈને ભારતીય ટીમની દ્વિપક્ષીય સીરિઝથી ઘણો ફાયદો થતો રહ્યો છે. જો સ્ટાર સ્પોર્ટ્સ અને સોની જેવા બ્રોડકાસ્ટર્સ પાસે આ વર્ષના બજેટમાં 100 રૂપિયા હોય તો અત્યાર સુધી 60 રૂપિયા જેટલી રકમ બીસીસીઆઈને મળતી હતી. જોકે હવે જો આઈસીસીની ટૂર્નામેન્ટ્સ યોજાય તો આ રકમ આઈસીસીને મળશે અને ભારતને બાકીની રકમમાંથી ભાગ દ્વિપક્ષીય સીરિઝ માટે મળશે.
આ ઉપરાંત બીસીસીઆઈ માને છે કે દર વર્ષે આઈસીસી ટૂર્નામેન્ટ્સ યોજવાના કારણે દ્વિપક્ષીય સીરિઝનું મહત્ત્વ ઘટી જશે. હવે જ્યારે ગાંગુલી નવા બોર્ડ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે ત્યારે તેમની માટે પ્રથમ પડકાર આઈસીસી સાથે આ મુદ્દે ડીલ કરવાનો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો