પ્રયાસ / ઓલિમ્પિક 2028માં ક્રિકેટનો સમાવેશ થઇ શકે છે, આઈસીસીએ કહ્યું- 2 અઠવાડિયાનું આયોજન કરવું અઘરું નહીં હોય

ICC is hopeful for the inclusion of Cricket in 2028 Olympics, women's cricket in the 2022 Commonwealth Games

  • એમસીસીના ચેરમેન માઈક ગેટિંગે કહ્યું, આ ગ્લોબલ લેવલે ક્રિકેટ માટે બહુ મોટી વાત છે
  • મહિલા ક્રિકેટને 2022માં બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન મળી શકે છે

Divyabhaskar.com

Aug 13, 2019, 01:32 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લોસ એન્જલ્સમાં રમાનાર 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થાય તે માટે આશાવાદ છે. આઈસીસી પોતે આના પ્રયાસ કરી રહ્યું છે. સોમવારે મેરિલબોન ક્રિકેટ ક્લબના ચેરમેન માઈક ગેટિંગે આ જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે દર ચાર વર્ષે યોજનારા ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવો આઈસીસી માટે અઘરું સાબિત ન થવું જોઈએ.

આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહના હવાલાથી ગેટિંગે કહ્યું કે, ઓલિમ્પિક આયોજનની સમયાવધિ 2 અઠવાડિયા હોય છે. તેથી મને નથી લાગતું કે આઈસીસીને આનાથી કોઈ પરેશાની થશે. ચાર વર્ષમાં એક જ વાર બે અઠવાડિયાનું શિડ્યુલ બનાવવાનું હોય છે.

આઈસીસી મજબૂતથી કામ કરી રહી છે
ગેટિંગે એક વેબસાઈટને કહ્યું કે, અમે મનુ સ્વાહ સાથે વાત કરી રહ્યા છીએ. અમને આશા છે કે ક્રિકેટને 2028ના ઓલિમ્પિકમાં જગ્યા મળી શકે છે. તે આ અંગે મજબૂતીથી કામ કરી રહ્યા છે. આ ગ્લોબલ લેવલે ક્રિકેટ માટે બહુ મોટી વાત છે.

2022માં બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સ
તાજેતરમાં જાહેરાત થઇ હતી કે મહિલા ક્રિકેટને 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં જગ્યા મળશે. આ અંગે ગેટિંગે કહ્યું હતું કે એક-બે દિવસમાં ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં આ અંગે જાહેરાત થઇ જશે. અમને વિશ્વાસ છે કે મહિલા ક્રિકેટને મંજૂરી મળી જશે, જે એક શાનદાર બાબત છે.

X
ICC is hopeful for the inclusion of Cricket in 2028 Olympics, women's cricket in the 2022 Commonwealth Games
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી