વર્લ્ડ કપ / સેમિફાઈનલ આજે, વરસાદની આશંકા, મેચ રદ થશે તો ભારત ફાઈનલમાં, રોહિત પાસે પાંચ રેકોર્ડ તોડવાની તક

વિરાટ કોહલી
વિરાટ કોહલી

  • ભારત-ન્યુઝીલેન્ડ 16 વર્ષ પછી આમને-સામને
  • રોહિત વધુ 27 રન બનાવે તો સચિનનો એક વર્લ્ડ કપમાં સૌથી વધુ 673 રનનો રેકોર્ડ તૂટશે​​​​​​​
  • 23 રન બનાવતા જ વર્લ્ડ કપમાં તેના 1,000 રન થઈ જશે
  • ભારત-ન્યુઝીલેન્ડની સેમિ. આજે માન્ચેસ્ટરમાં રમાશે 
  • આજે અને કાલે ત્યાં વરસાદની આશંકા 50% સુધી છે 
  • મેચ રદ થશે તો પોઈન્ટ્સના આધારે ન્યુઝીલેન્ડ બહાર થશે

Divyabhaskar.com

Jul 09, 2019, 01:56 AM IST

નિતિન શ્રીવાસ્તવ, માન્ચેસ્ટર: ક્રિકેટ વર્લ્ડ કપ 23 દિવસથી વરસાદના પડછાયાથી દૂર હતો. હવે સેમિફાઈનલ શરૂ થઈ રહી છે તો વરસાદ ફરી પાછો ફર્યો છે. મંગળવારે માન્ચેસ્ટરમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી સેમિફાઈનલ રમાશે. અહીં વરસાદની આશંકા 50% છે. બુધવારે રિઝર્વ ડે છે. તે દિવસે પણ વરસાદની આશંકા છે. એવી જ રીતે ગુરુવારે રમાનારી બીજી સેમિફાઈનલમાં પણ વરસાદની આશંકા છે. ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચેની મેચ જો રદ થશે તો ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં આવી શકે છે તો મુકાબલો ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે થશે.

ટીમ ઈન્ડિયાના 15 પોઈન્ટ, ન્યુઝીલેન્ડના 11 પોઈન્ટ

લીગ રાઉન્ડમાં ભારતે ન્યુઝીલેન્ડ કરતાં વધુ પોઈન્ટ મેળવ્યા છે. ભારતના 15 પોઈન્ટ છે જ્યારે ન્યુઝીલેન્ડના 11 પોઈન્ટ છે. તેથી મેચ રદ થશે તો ન્યુઝીલેન્ડે બહાર જવું પડશે, જ્યારે ભારત માટે વરસાદનું કોઈ જોખમ નથી. તે સીધું ફાઈનલમાં પહોંચી જશે. લીગ સ્ટેજમાં ભારત-ન્યુઝીલેન્ડની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. આ પહેલા બંને ટીમો 2003ના વર્લ્ડ- કપમાં ટકરાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. પરંતુ સેમિફાઈનલમાં પહેલી વખત આમને-સામને છે.

આંકડા શું કહે છે?

વર્લ્ડ કપમાં...
કુલ મેચ 8
ભારત 4
ન્યુઝીલેન્ડ 3
રદ/ટાઈ 1

વન-ડેમાં...
કુલ મેચ 106
ભારત 55
ન્યુઝીલેન્ડ 45
રદ/ટાઈ 6

રોહિત પાસે પાંચ રેકોર્ડ તોડવાની તક

રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં 8 મેચમાં 5 સદીની મદદથી 647 રન કર્યા છે. રન, સદી બંનેમાં તે સૌથી આગળ છે. તેને સેમિ.માં 5 રેકોર્ડ તોડવાની તક છે.

1. રોહિત વધુ 27 રન બનાવે તો સચિનનો એક વર્લ્ડ કપમાં સૌથી વધુ 673 રનનો રેકોર્ડ તૂટશે.
2. 53 રન બનાવે તો એક વર્લ્ડ કપમાં 700 રન બનાવનાર પહેલો બેટ્સમેન બનશે.
3. સેમિફાઈનલમાં સદી કરતા જ સતત 4 સદી કરનારા સંગાકારાની બરાબરી કરશે.
4. વર્લ્ડ કપમાં છ સદીઓનો રેકોર્ડ સચિનના નામે છે. રોહિત આજે સાતમી સદી ફટકારી શકે છે.
5. 23 રન બનાવતા જ વર્લ્ડ કપમાં તેના 1,000 રન થઈ જશે.

X
વિરાટ કોહલીવિરાટ કોહલી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી