ક્રિકેટ / T-20 વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 20 કરવાની ICCની યોજના: રિપોર્ટ

2016નો T-20 મેન્સ અને વુમન્સ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝે જીત્યો હતો.
2016નો T-20 મેન્સ અને વુમન્સ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝે જીત્યો હતો.

  • ICC 2023-2031ની સાઇકલ માટે આ પ્લાનિંગ કરી રહ્યું છે, તે સાઇકલમાં પ્રથમ T-20 વર્લ્ડ કપ 2024માં રમાશે
  • અત્યારે T-20 વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લે છે

Divyabhaskar.com

Jan 13, 2020, 11:46 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2023-2031ની સાઇકલમાં T-20 વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 20 કરવાની યોજના ઘડી રહ્યું છે. અત્યારે વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લે છે. ICCનું માનવું છે કે, T-20 ફોર્મેટથી ક્રિકેટની રમતને ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી લોકપ્રિયતા મળી શકે છે. આ રિપોર્ટ 'ધ ટેલિગ્રાફ'માં પબ્લિશ થયો હતો.

2023-2031ની સાઇકલનો પહેલો વર્લ્ડ કપ 2024માં રમાશે. અગાઉ ICCએ દર વર્ષે એક મોટી T-20 ટૂર્નામેન્ટનું આયોજન કરવા પર વિચારણા કરી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી US માર્કેટને ટાર્ગેટ કરી રહ્યા છે. તે ઉપરાંત તેમનું માનવું છે કે, કેનેડા, જર્મની, નેપાળ અને નાઈજેરિયામાં ક્રિકેટની રમતને સારી રીતે આવકારવામાં આવી શકે છે.

20 ટીમોના વર્લ્ડ કપ માટે બે વિકલ્પ સાથે ટીમ આગળ વધશે
ICC અત્યારે 20 ટીમોના વર્લ્ડ કપ રમાડવા માટે બે વિકલ્પ પર વિચારણા કરી રહ્યું છે. 1) અત્યારની સિસ્ટમ પ્રમાણે ટૂ-ટાયર ફોર્મેટ, જેમાં નીચલા ક્રમની ટીમો ક્વોલિફાયર રમીને વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરશે. 2) 5 ટીમના 4 ગ્રુપ અને દરેક ગ્રુપની ટોચની ટીમો નોકઆઉટ સ્ટેજમાં ક્વોલિફાય કરે.

X
2016નો T-20 મેન્સ અને વુમન્સ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝે જીત્યો હતો.2016નો T-20 મેન્સ અને વુમન્સ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝે જીત્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી