ક્રિકેટ / મને લાગ્યું કે ડેવિડ વોર્નર મારો રેકોર્ડ તોડશે, હું તેને અભિનંદન આપવાની તૈયારી કરી રહ્યો હતો: બ્રાયન લારા

ડેવિડ વોર્નર અને બ્રાયન લારા. (ફાઈલ ફોટો)
ડેવિડ વોર્નર અને બ્રાયન લારા. (ફાઈલ ફોટો)

Divyabhaskar.com

Dec 02, 2019, 12:55 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કપ્તાન બ્રાયન લારાએ કહ્યું કે, "ડેવિડ વોર્નર જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોતા મને લાગ્યું કે તે મારો 400 રનનો રેકોર્ડ તોડશે. હું તેને અભિનંદન આપવાની તૈયારી કરી રહ્યો હતો. જે રીતે ગેરી સોબર્સે મને અભિનંદન પાઠવ્યા હતા." લારાએ વધુ ઉમેરતા કહ્યું કે, વોર્નર અદભુત ઇનિંગ્સ રમ્યો હતો. હું સમજુ છું કે વરસાદની સંભાવના હોવાથી ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ ડિક્લેર કરી હતી, પરંતુ મને ગમત જો કાંગારુંએ તેને તક આપી હોત. હું અહિયાં હાજર હોવાથી મારો રેકોર્ડ તૂટતાં જોવાની મજા આવત. મને લાગે છે કે જયારે તેમણે ઇનિંગ્સ ડિક્લેર કરી ત્યારે વોર્નરને 12 ઓવર જેટલો સમય આપવાની જરૂર હતી.

લારાએ 1994માં સોબર્સનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
લારાએ 1994માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 375 રન ફટકારીને ટેસ્ટમાં હાઈએસ્ટ વ્યક્તિગત ઇનિંગ્સનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અગાઉ ગેરી સોબર્સ 1958માં પાકિસ્તાન સામે અણનમ 365 રનની મેરેથોન ઇનિંગ્સ રમી હતી. લારાએ રેકોર્ડ તોડતા સોબર્સે તેને અભિનંદન પાઠવ્યા હતા.

2004માં લારા 400* રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
લારાએ 2004માં ઇંગ્લેન્ડ સામે 400* રન કર્યા હતા. તે આવું કરનાર ટેસ્ટ ઇતિહાસનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. 15 વર્ષથી આ રેકોર્ડ લારાના નામે જ છે અને અન્ય કોઈ બેટ્સમેન 400ના આંક સુધી પહોંચી શક્યો નથી. શનિવારે વોર્નર જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોતા લાગતું હતું કે તે લારાનો રેકોર્ડ તોડી નાખશે. જોકે તે 335* રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કપ્તાન ટિમ પેને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી અને વોર્નરને તક મળી ન હતી.

રેકોર્ડ તૂટવા માટે જ બને છે
વોર્નરે આ રેકોર્ડ તોડ્યા પછી ગ્રાઉન્ડ પર તેને જઈને મળવાની મજા આવત. રેકોર્ડ્સ તૂટવા માટે જ બને છે. જયારે આક્રમક ખેલાડીઓ તોડે ત્યારે મજા આવે છે. મને લાગે છે કે, વોર્નર હજી પણ મારો રેકોર્ડ તોડી શકે છે. જયારે તમે 300 રન કરો તો જાણી જાઓ છો કે 400 રન કઈ રીતે કરવાના છે. મને આશા છે કે તેને બીજી વખત આવું કરવાની તક જરૂર મળશે. હું કોમેન્ટ્રી સાંભળી રહ્યો હતો. સર ડોન બ્રેડમેનનો 334 રનનો રેકોર્ડ તોડ્યા પછી મને થયું કે તેઓ તેને 400 કરવાની તક આપશે. કોમેન્ટેટર્સ કહી રહ્યા હતા કે શું તે મેથ્યુ હેડનનો 380 રનનો રેકોર્ડ તોડશે કે નહીં? મને લાગે છે કે જો તે 381 રન કરત તો મારા રેકોર્ડની પણ ઘણો નજીક હોત.

X
ડેવિડ વોર્નર અને બ્રાયન લારા. (ફાઈલ ફોટો)ડેવિડ વોર્નર અને બ્રાયન લારા. (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી