તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હું ભારત માટે ચોથા ક્રમે બેટિંગ કરી શકું છું: સુરેશ રૈના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેશ રૈના. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
સુરેશ રૈના. (ફાઈલ ફોટો)
  • ઘૂંટણની ઇજામાંથી સ્વસ્થ થઇ રહેલ રૈના નવેમ્બર સુધીમાં ક્રિકેટ રમવાનું શરૂ કરશે
  • રૈનાએ કહ્યું કે, ઋષભ પંત પોતાની નેચરલ ગેમ રમી રહ્યો નથી

સ્પોર્ટ્સ ડેસ્ક: સુરેશ રૈના જુલાઈ 2018થી ભારત માટે એકપણ મેચ રમ્યો નથી, તેમ છતાં તેણે હજી સુધી કમબેક કરવાની આશા છોડી નથી. રૈના અત્યારે ઘૂંટણની ઇજામાંથી સ્વસ્થ થઇ રહ્યો છે. તેણે કહ્યું કે, તે નવેમ્બર સુધીમાં ક્રિકેટ રમવાનું શરૂ કરશે અને 2020 અને 2021ના ટી-20 વર્લ્ડ કપમાં રમવાનું લક્ષ્ય રાખે છે. તેણે કહ્યું કે, હું ભારત માટે ચોથા ક્રમે રમી શકું છું. મેં અગાઉ પણ ચોથા ક્રમે બેટિંગ કરતા સારું પ્રદર્શન કર્યું છે. હું આગામી સમયમાં ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા તકની રાહ જોઇશ.

પંત પોતાની નેચરલ ગેમ રમી રહ્યો નથી
રૈનાએ કહ્યું કે, અત્યારનો નંબર ચાર- ઋષભ પંત પોતાની નેચરલ ગેમ રમી રહ્યો નથી. તે કન્ફ્યૂઝ લાગે છે. તે સિંગલ્સ લેવા માટે અને બ્લોક કરવા માટે બેટિંગ કરી રહ્યો છે. કોઈ સીનિયર ખેલાડીએ તેની સાથે વાત કરવી જોઈએ અને તેને માર્ગદર્શન આપવું જોઈએ. મારુ માનવું છે કે તેને તેની નેચરલ ગેમ રમવાની છૂટ આપવી જોઈએ.

ધોનીમાં ઘણું ક્રિકેટ બાકી છે
રૈનાએ કહ્યું કે, ધોનીમાં ઘણું ક્રિકેટ બાકી છે અને તે ભારતીય ક્રિકેટને સારું યોગદાન આપી શકે તેમ છે. તે દેશનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર અને ફિનિશર છે. તેનાથી ટીમને ટી-20 વર્લ્ડ કપમાં ચોક્કસપણે ફાયદો થશે. નિવૃત્તિ ક્યારે લેવી તે ધોનીનો વ્યક્તિગત નિર્ણય છે અને આપણે તે ચર્ચાનો અંત લાવો જોઈએ.

રૈનાએ ટી-20માં 134.87ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા
ડાબોડી બેટ્સમેન રૈનાએ ભારત માટે 226 વનડેમાં 35.31ની એવરેજથી 5615 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 36 ફિફટી મારી હતી. તેણે 78 ટી-20માં 1605 રન કર્યા છે. આ દરમિયાન તેણે 134.87ની સ્ટ્રાઇક રેટ અને 29.18ની એવરેજથી રન કર્યા છે. તેણે ટી-20માં એક સદી અને પાછળ ફિફટી મારી છે.

અન્ય સમાચારો પણ છે...