ક્રિકેટ / હાર્દિક ફિટનેસ ટેસ્ટમાં ફેલ નહોતો થયો, પીઠ પર વધુ કામ કરવા ઇન્ડિયા-Aના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી નામ પાછું ખેંચ્યું

હાર્દિક પંડ્યા. ફાઈલ ફોટો
હાર્દિક પંડ્યા. ફાઈલ ફોટો

Divyabhaskar.com

Jan 13, 2020, 12:36 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ ઇન્ડિયા-Aના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી પાછું ખેંચાતા તેની ફિટનેસ અંગે પ્રશ્ન થયો હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, ફિટનેસ ટેસ્ટમાં ફેલ થતા તેને ટીમમાં સ્થાન મળ્યું નહોતું. જોકે હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હાર્દિક વાપસી કર્યા પહેલા પોતાની પીઠ પર વધુ કામ કરવા માગે છે. ન્યૂઝ એજેન્સી સાથે વાત કરતા BCCIના સૂત્રોએ કહ્યું કે, પંડ્યાનો કોઈ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો નહોતો, તેણે માત્ર બોલિંગ સેશનમાં ભાગ લીધો હતો. બે કલાકના સેશન પછી પંડ્યા વર્કલોડથી સંતુષ્ટ નહોતો અને તેણે વાપસી કરતા પહેલા વધુ ટ્રેનિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઇજામાંથી કમબેક કરતા પ્લેયર્સની અમુક વખતે વર્કલોડના આધારે પરીક્ષા લેવામાં આવે છે. તે નેટ્સમાં બેથી ત્રણ કલાક બોલિંગ કરે છે. તેમાં તે રિધમ અને સ્પીડ જાળવી શકે છે કે નહીં, ધારે તે એરિયામાં બોલિંગ કરી શકે છે કે નહીં તે બધું જોવામાં આવે છે. ઇન્ટેન્સ વર્કલોડ પછી પંડ્યાએ કહ્યું હતું કે, તે પોતાની પીઠ પર વધુ કામ કરવા માગે છે. BCCIના તે અધિકારીએ કહ્યું હતું કે, પંડ્યા માટે યો-યો ટેસ્ટ પાસ કરવી બહુ સરળ છે. તે અત્યારે રિસ્ક લેવા માગતો નથી. અગાઉ પંડ્યાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે, તે ન્યૂઝીલેન્ડ પ્રવાસના બીજા ભાગમાં જ કમબેક કરવાનું પ્લાન કરી રહ્યો છે.

ઇન્ડિયા-Aના ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે હાર્દિકની જગ્યાએ વિજય શંકરને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે BCCIએ ન્યૂઝીલેન્ડ માટે જાહેર કરેલી T-20 ટીમમાં પણ હાર્દિકનો સમાવેશ થયો નથી.

X
હાર્દિક પંડ્યા. ફાઈલ ફોટોહાર્દિક પંડ્યા. ફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી