• Gujarati News
  • National
  • Gujarat Cricket Association Announces Annual General Meeting, New President And Vice President

GCAના ઉપપ્રમુખ તરીકે ધનરાજ નથવાણી અને સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ્ટની પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનિલ પટેલ જોઇન્ટ સેક્રેટરી અને ભરત ઝવેરી ટ્રેઝરર તરીકે ચૂંટાયા

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન GCAની આજે મળેલી વાર્ષિક સાધારણ સભા (AGM)માં નવા હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી હતી. GCAના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણી, સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ્ટ, જોઇન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરી ચૂંટાયા હતા.

GCAના નવા હોદ્દેદારોની બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી
અમદાવાદમાં યોજવામાં આવેલી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભામાં BCCIની કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ દ્વારા નિમવામાં આવેલા ઇલેક્ટોરલ ઓફિસર વરેશ સિન્હાની ઉપસ્થિતિમાં GCAના નવા હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારોની ચૂંટણી બિનહરીફ થઇ હતી.

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું 90 ટકા બાંધકામ પૂર્ણ
GCAના નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ હું GCAના તમામ સભ્યોનો આભારી છું અને નમ્રતાપૂર્વક આ મોટી જવાબદારી સ્વીકારું છું. વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમના નિર્માણના પ્રોજેક્ટની પૂર્ણતા અને તેને વિશ્વભરમાં ક્રિકેટ માટે સૌથી પસંદગીનું સ્ટેડિયમ બનાવવાનું કાર્ય મારા માટે અગ્રતાક્રમે રહેશે. GCAના પ્રેસિડેન્ટ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પરિમલ નથવાણી અને જોઇન્ટ સેક્રેટરી તરીકે જય શાહની ખૂબ જ મહેનત અને લગનથી નવનિર્માણ પામી રહેલા સ્ટેડિયમનું 90 ટકા સુધીનું બાંધકામ પૂર્ણ થઇ ચૂક્યું છે. GCAની સમિતિના સૌ સાથી સભ્યોની મદદ અને સહકારથી આ કાર્ય પૂર્ણ કરવાને હું પ્રાથમિકતા આપીશ.
 
- જૂની ટર્મના ઉપ-પ્રમુખ પરિમલ નથવાણીએ થોડા સમય અગાઉ ટ્વીટ કરીને જાણ કરી હતી કે, તેઓ લોઢા કમિટીના નિયમ અનુસાર વાઇસ પ્રેસિડેન્ટ પદને છોડી રહ્યા છે.