ક્રિકેટ / ગાંગુલીએ કહ્યું કે, એમએસકે પ્રસાદ હવે ટીમની પસંદગી નહીં કરે, તેનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે

BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ)માં સૌરવ ગાંગુલી. (ફાઈલ ફોટો)
BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ)માં સૌરવ ગાંગુલી. (ફાઈલ ફોટો)

  • BCCIના જુના સંવિધાન પ્રમાણે ચયન સમિતિનો કાર્યકાળ 4 વર્ષનો છે
  • એમએસકે પ્રસાદ અને ગગન ખોડાને ચયન સમિતિ 2015માં નિયુક્ત કરવામાં આવ્યા હતા, મતલબ કે તેમનો કાર્યકાળ સમાપ્ત
  • જતિન પરાંજપે, સરદનદીપ સિંહ અને દેવાંગ ગાંધીની 2016માં નિયુક્તિ થઇ હતી, એક વર્ષનો કાર્યકાળ બાકી
  • સંશોધિત સંવિધાનમાં ચયન સમિતિનો કાર્યકાળ વધુમાં વધુ 5 વર્ષનો હોય શકે છે, ગાંગુલીએ કહ્યું- કાર્યકાળ આગળ વધારવામાં આવશે નહીં

Divyabhaskar.com

Dec 02, 2019, 12:16 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રવિવારે એન્યુઅલ જનરલ મીટિંગ પછી સ્પષ્ટ કરી દીધું કે હવે એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી ચયન સમિતિનો કાર્યકાળ આગળ વધારવામાં આવશે નહીં. ગાંગુલીએ કહ્યું કે, કાર્યકાળથી આગળ તમે કામ કરી શકો નહીં.

BCCIના જુના સંવિધાન પ્રમાણે ચયન સમિતિનો કાર્યકાળ 4 વર્ષનો છે. એમએસકે પ્રસાદ અને ગગન ખોડાને ચયન સમિતિ 2015માં નિયુક્ત કરવામાં આવ્યા હતા, મતલબ કે તેમનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે. જ્યારે જતિન પરાંજપે, સરદનદીપ સિંહ અને દેવાંગ ગાંધીની 2016માં નિયુક્તિ થઇ હતી. તેથી તેમનો એક વર્ષનો કાર્યકાળ બાકી છે. સંશોધિત સંવિધાનમાં ચયન સમિતિનો કાર્યકાળ વધુમાં વધુ 5 વર્ષનો હોય શકે છે જોકે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવશે નહીં.

ગાંગુલીએ કહ્યું- દર વર્ષે ચયનકર્તા પસંદ કરવામાં આવશે નહીં
ગાંગુલીએ કહ્યું કે, એમએસકે પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે. તેમણે સારું કામ કર્યું. હવે આગળ કઈ વધારવામાં આવશે નહીં. જેમના કાર્યકાળમાં એક વર્ષનો સમય બાકી છે તેઓ સમિતિના સદસ્ય બની રહેશે. અમે સિલેક્ટર્સ માટે એક ફિક્સ કાર્યકાળ બનાવીશું, દર વર્ષે તેમની પસંદગી કરવી યોગ્ય નથી.

X
BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ)માં સૌરવ ગાંગુલી. (ફાઈલ ફોટો)BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ)માં સૌરવ ગાંગુલી. (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી