તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ganguly Said I Am Becoming Chairman At A Time When The Image Of The Board Is Constantly Deteriorating.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંગુલીએ કહ્યું- હું એવા સમયે અધ્યક્ષ બની રહ્યો છું કે જ્યારે બોર્ડની છબી સતત બગડી રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ બીસીસીસીઆઈની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે
  • ગાંગુલી છેલ્લા 5 વર્ષથી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે

સ્પોર્ટ ડેસ્ક: ભૂતપુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ બનવાનું લગભગ નક્કી છે. તેઓ અધ્યક્ષ બનશે તો તેમની અવધી સપ્ટેમ્બર, 2020 સુધી રહેશે. ગાંગુલીએ અધ્યક્ષ પદ માટે તેના નામની પસંદગી થવા અંગે કહ્યું છે કે 'તે મારા માટે કંઈક સારું કરવાની એક શ્રેષ્ઠ તક છે. હું એવા સમયે આ પદ પર બેસવા જઈ રહ્યો છું કે જ્યારે બોર્ડની છબી સતત ખરાબ થઈ રહી છે.

બોર્ડ અધ્યક્ષ પદ માટે ગાંગુલીનું નામ રવિવાર રાત્રે મુંબઈમાં BCCIની બેઠકમાં રજૂ થયું હતું. તેમણે આ રેસમાં બ્રિજેશ પટેલને પાછળ રાખી દીધા હતા. ગાંગુલીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તમારે અંતિમ નિર્ણય માટે આજે બપોરના 3 વાગ્યા સુધી પ્રતિક્ષા કરવાની રહેશે. અધ્યક્ષ પદ માટે તમારું નામ રજૂ થતા તમે કેવું અનુભવો છો તેવા એક પ્રશ્નના જવાબમાં ભૂતપુર્વ કેપ્ટને જણાવ્યું હતું કે 'મને ઘણુ સારું લાગી રહ્યું છે, કારણ કે હું દેશ માટે ક્રિકેટ રમ્યો છું અને કેપ્ટનશીપ પણ કરેલી છે. હું એવા સમયે આ પદ પર બેસવા જઈ રહ્યો છું કે જ્યારે બોર્ડની છબિ છેલ્લા 3 વર્ષથી સતત ખરાબ થઈ રહી છે. મારા માટે આ એક સારી તક છે.
 

ગાંગુલીનો કાર્યકાળ 10 મહિના માટે રહેશે. 
ગાંગુલી અધ્યક્ષ બનશે તો તેમનો કાર્યકાળ આગામી વર્ષ 2020 સુધી રહેશે. તે 5 વર્ષથી બંગાળ ક્રિકેટના અધ્યક્ષ છે. બોર્ડમાં 6 વર્ષ સુધી પદ પર રહ્યા બાદ તેમણે કૂલિંગ ઓફ (આરામ) આપવામાં આવશે. બોર્ડમાં કોઈ પણ સભ્ય 9 વર્ષ સુધી કોઈ પણ પદ પર રહી શકે છે. પોતાના વહીવટી ગુરુ જગમોહન દાલમિયાની માફક ગાંગુલી આ પદની રેસમાં ત્યારે આવ્યા હતા કે જ્યારે એવું લાગતુ હતું કે અધ્યક્ષ અન્ય કોઈ બનશે.
 

મારી પહેલી પ્રાથમિકતા પ્રથમ શ્રેણી ક્રિકેટ
ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું કે નાના કાર્યકાળમાં મારી પહેલી પ્રાથમિકતા પ્રથમ શ્રેણી ક્રિકેટરોની કાળજી રાખવાની રહેશે.  ભારતીય ક્રિકેટમાં પણ હિતધારકોને મળવાની યોજના છે. હું કંઈક એવું કરવા માગુ છું કે જે સીઓએ  33 મહિના સુધી નથી કર્યું. ગાંગુલીએ 113 ટેસ્ટમાં 7212 અને 311 વન-ડે માં 11363 રન કર્યા છે. તેઓ વર્ષ 2000 થી 2005 સુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહ્યા હતા. છેલ્લા  5 વર્ષથી ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે.
 

ગાંગુલી ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા
ગાંગુલી શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ બંગાળમાં ભાજપ માટે પ્રચાર કરશે, તો ગાંગુલીએ ઈન્કાર કર્યો હતો.
 

દાલમિયા મારા માટે પિતા સમાન હતાઃ ગાંગુલી
ગાંગુલી જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા ત્યારે જગમોહન દાલમિયા બોર્ડના અધ્યક્ષ હતા. દાલમિયાએ બોર્ડમાં અનેક ફેરફારો કર્યા હતા. આ અંગે પૂછવામાં આવતા ગાંગુલી ભાવુક થી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે મે ક્યારેય વિચાર કર્યો ન હતો કે તેમની ખુરશી પર હું બેસીશ. તેઓ મારા માટે પિતા સમાન હતા. બોર્ડમાં શ્રીનિવાસન, અનુરાગ ઠાકુર જેવા અનેક સારા અધ્યક્ષ રહ્યા છે, જેમણે ખૂબ જ સારા કામ કર્યા છે.
 

અનુરાગ જૂથે ગાંગુલીનું નામ આગળ રજૂ કર્યું છે.
ગાંગુલી અધ્યક્ષ પદ માટે સર્વસંમતિથી પસંદ થઈ શકે છે. તેમના નામ પર સહમતિ અગાઉ અનેક સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયને લઈ બોર્ડના સભ્યો બે જૂથમાં વહેચાઈ ગયા હતા. તેમાં એક અનુરાગ ઠાકુર અને બીજા એન શ્રીનિવાસનનું જૂથ હતું. શ્રીનિવાસન જૂથ બ્રિજેશ પટેલને અધ્યક્ષ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ અંતે અનુરાગના જૂથના ઉમેદવારના નામ પર જ સહમતિ થઈ ગઈ હતી. ગાંગુલીએ જણાવ્યું હતું કે કોઈપણ વિરોધ વગર પસંદગી પામવી તે એક મોટી જવાબદારી હોય છે. તમે કોઈ પણ વિરોધ વગર પસંદગી પામો કે ન પામો, જવાબદારી હંમેશા મોટી જ હોય છે. આર્થિક રીતે ભારત ક્રિકેટ ક્ષેત્રમાં પાવરહાઉસ છે. માટે અમારી સામે અનેક પડકારો રહેશે.
 

જય શાહ સચિવ અને અરુણ ધૂમલ ખજાનચી બની શકે છે.
અમિત શાહના દિકરો જય શાહની સચિવ પદ માટે પસંદગી થઈ શકે છે. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યકક્ષાના નાણાં પ્રધાન અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધૂમલ ખજાનચી બની શકે છે. સોમવારે બીસીસીઆઈના વિવિધ પદો માટે નામાંકનનો અંતિમ દિવસ છે, પરંતુ આ અંગે ચૂંટણી યોજાય તેવી નહીંવત શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોથી જારી લોબિંગ બાદ તમામ ઉમેદવાર કોઈ પણ વિરોધ વગર ચૂંટાઈ આવે તેવી શક્યતા છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો