ડિવોર્સ / પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્ક પત્ની કૈલી સાથે લગ્નના 7 વર્ષ પછી છૂટાછેડા લેશે

માઈકલ ક્લાર્ક અને તેની પત્ની કૈલી. -ફાઈલ ફોટો
માઈકલ ક્લાર્ક અને તેની પત્ની કૈલી. -ફાઈલ ફોટો

  • અમે કપલ તરીકે અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે: બંનેએ એક નિવેદનમાં જણાવ્યું હતું

Divyabhaskar.com

Feb 13, 2020, 01:46 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાનો પૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન માઈકલ ક્લાર્ક અને તેની પત્ની કૈલીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ ડિવોર્સ લઇ રહ્યા છે. તેમણે મે 2012માં કોર્ટ મેરેજ કર્યા હતા અને 4 વર્ષની દીકરી છે. બંનેએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, થોડા ટાઈમ અલગ રહ્યા પછી અમે આ અઘરો નિર્ણય લીધો છે. અમને એકબીજા માટે માન છે અને આ નિર્ણય અમારા બંનેનો છે."

કહેવામાં આવી રહ્યું છે કે ક્લાર્ક અને તેની પત્ની વચ્ચે છેલ્લા 5 મહિનાથી તણાવ હતો અને તેઓ સાથે રહેતા નહોતા. માઈકલ ક્લાર્કે આ પહેલા મોડલ લારા બિંગલ સાથે સગાઈ કરી હતી. જોકે તેઓ લગ્ન કરે તે પહેલા 2010માં નોખા થઇ ગયા હતા. લારાએ તે પછી સ્ટાર કલાકાર સેમ વોર્થઇન્ગટન સાથે લગ્ન કર્યા હતા. ક્લાર્કે ઓસ્ટ્રેલિયા માટે 115 ટેસ્ટમાં 28 સદીની મદદથી 8643 રન કર્યા હતા. તેમજ 2015માં તેની કપ્તાનીમાં કાંગારું વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

X
માઈકલ ક્લાર્ક અને તેની પત્ની કૈલી. -ફાઈલ ફોટોમાઈકલ ક્લાર્ક અને તેની પત્ની કૈલી. -ફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી