ક્રિકેટ / ટી-20 વર્લ્ડ કપને જોતા યુવાનો પર ફોકસ છે: રવિ શાસ્ત્રી

Focus on youth because of the T20 World Cup next year: Ravi Shastri

  • ઓસ્ટ્રેલિયામાં 2020માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થશે
  • શાસ્ત્રીએ કહ્યું કે, અમે સારું પ્રદર્શન કરીને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ટોપ પર રહેવા ઈચ્છીએ છીએ

Divyabhaskar.com

Sep 10, 2019, 12:50 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે હાલ અમારું ફોકસ વધુમાં વધુ યુવાનો પર ધ્યાન આપવા પર છે. આગલા વર્ષે અમારે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમવાનો છે. આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપની અંતિમ તબક્કાની મેચો પણ થવાની છે. પરિવર્તન થતું હોય ત્યારે યુવાનો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેનાથી તેમને અનુભવી ખેલાડીઓ સાથે રમવા મળે છે. આ ઉપરાંત ટીમને પણ મજબૂતી મળે છે. અમારું લક્ષ્ય ટીમનું પ્રદર્શન સતત સારું રહે એ છે. એ માટે પણ યુવાનો પર નજર રાખવી પડશે. આ ઉપરાંત ત્રણ ફોર્મેટમાં બેટિંગ અને બોલિંગમાં બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવી પડશે.

હવે ટીમ ઈન્ડિયા દ. આફ્રિકાથી ત્રણ ટી-20 અને ત્રણ ટેસ્ટ મેચ સીરિઝ પોતાના દેશમાં રમશે. પહેલી ટી-20 મેચ 15 સપ્ટેમ્બરે ધર્મશાલામાં થશે. જોકે. દ. આફ્રિકાનું સ્પિનર્સ વિરુદ્ધ પ્રદર્શન સારું નથી રહ્યું. એવામાં ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે મનાય છે. શાસ્ત્રીએ કહ્યું કે, અમે દુનિયાની નંબર એક ટેસ્ટ ટીમ છીએ. છેલ્લા ત્રણ વર્ષથી ટોચ પર છીએ. અમે સારું પ્રદર્શન કરીને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ટોપ પર રહેવા ઈચ્છીએ છીએ. વિન્ડિઝના પ્રદર્શન વિશે તેમણે કહ્યું કે, ત્યાં ત્રણેય ફોર્મેટમાં જીત હાંસલ કરવાનો અનુભવ શાનદાર છે. કોઈ પણ ટીમ માટે એ સરળ ના હોય કારણ કે, તેમનું તેમના દેશમાં પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.

X
Focus on youth because of the T20 World Cup next year: Ravi Shastri
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી