મુંબઈ / ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું, વોર્નરે અને ફિન્ચે વનડેમાં ટીમ ઇન્ડિયા સામે સર્વાધિક ભાગીદારી કરી

ફિન્ચ-વોર્નરે સતત પાંચમી મેચમાં ભારત સામે 50+ રનની ભાગીદારી કરી છે.
ફિન્ચ-વોર્નરે સતત પાંચમી મેચમાં ભારત સામે 50+ રનની ભાગીદારી કરી છે.
લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત ઋષભ પંતની જગ્યાએ વિકેટકીપિંગ કરી રહ્યો છે.
લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત ઋષભ પંતની જગ્યાએ વિકેટકીપિંગ કરી રહ્યો છે.
First ODI LIVE / Australia won the toss against India and took the bowling
First ODI LIVE / Australia won the toss against India and took the bowling
ધવન અને રાહુલે બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી.
ધવન અને રાહુલે બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી.
First ODI LIVE / Australia won the toss against India and took the bowling
રોહિતનો કેચ પકડ્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો વોર્નર.
રોહિતનો કેચ પકડ્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો વોર્નર.
આરોન ફિન્ચ અને વિરાટ કોહલી. -ફાઈલ ફોટો
આરોન ફિન્ચ અને વિરાટ કોહલી. -ફાઈલ ફોટો

 • ભારતે પ્રથમ દાવમાં 255 રન કર્યા, ઓસ્ટ્રેલિયાએ 37.4 ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો
 • વોર્નરે 128 અને ફિન્ચે 110 રનની ઇનિંગ્સ રમી, પહેલી વિકેટ માટે 258 રનની ભાગીદારી કરી
 • અગાઉ સ્ટીવ સ્મિથ અને જોર્જ બેલીએ 2016માં પર્થ ખાતે 242 રનની પાર્ટનરશીપ કરી હતી
 • ભારત વનડેમાં પાંચમી વખત 10 વિકેટે હાર્યું, બીજી વનડે 17 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે રમાશે

Divyabhaskar.com

Jan 15, 2020, 11:34 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની પ્રથમ વનડેમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 10 વિકેટે મેચ જીતી છે. 256 રનનો પીછો કરતા તેમણે 37.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો છે. ડેવિડ વોર્નરે 128 રને અને આરોન ફિન્ચ 110 રન કર્યા . વોર્નરે કરિયરની 18મી અને ફિન્ચે 16મી સદી મારી છે. બંનેએ ભારત સામે વનડેમાં હાઈએસ્ટ પાર્ટનરશીપનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ સ્ટીવ સ્મિથ અને જોર્જ બેલીએ 2016માં પર્થ ખાતે 242 રનની પાર્ટનરશીપ કરી હતી. સીરિઝની બીજી વનડે 17 જાન્યુઆરીએ રાજકોટ ખાતે રમાશે.

ઓસ્ટ્રેલિયા ભારતમાં સતત ચોથી મેચ જીત્યું છે. આ પહેલા 2019માં 5 મેચની સીરિઝમાં 0-2થી પાછળ રહ્યા પછી તેમણે સીરિઝ પોતાના નામે કરી હતી. બીજી તરફ ભારત વાનખેડે ખાતે સતત ત્રીજી મેચ હાર્યું છે.

ભારત વનડેમાં પાંચમી વખત 10 વિકેટે હાર્યું:

ટાર્ગેટ ટીમ સ્થળ વર્ષ
113 ન્યૂઝીલેન્ડ મેલબોર્ન 1981
200 વેસ્ટ ઇન્ડિઝ બ્રીજટાઉન 1997
165 સાઉથ આફ્રિકા શારજાહ 2000
189 સાઉથ આફ્રિકા કોલકાતા 2005
256 ઓસ્ટ્રેલિયા મુંબઈ 2020

ભારત સામે વનડેમાં હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશીપ:

 • 258* આરોન ફિન્ચ- ડેવિડ વોર્નર, મુંબઈ 2020
 • 235 ગેરી કર્સ્ટન - હર્ષલ ગિબ્સ, કોચી 2000
 • 231 આરોન ફિન્ચ- ડેવિડ વોર્નર, બેંગ્લુરુ 2017
 • 224 મોહમ્મદ હફીઝ -નાસિર જમશેદ, મીરપુર 2012

ભારત વાનખેડે ખાતે સતત ત્રીજી મેચ હાર્યું:

ટીમ માર્જિન વર્ષ
સાઉથ આફ્રિકા 214 રને હાર્યું 2015
ન્યૂઝીલેન્ડ 6 વિકેટે હાર્યું 2017
ઓસ્ટ્રેલિયા 10 વિકેટે હાર્યું 2020

વનડેમાં એકપણ ગુમાવ્યા વિના સૌથી સક્સેસફુલ રનચેઝ:

રન ટીમ સામે સ્થળ
279 સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ કિમ્બર્લી
256 ઓસ્ટ્રેલિયા ભારત મુંબઈ
255 ઇંગ્લેન્ડ શ્રીલંકા એજબેસ્ટન
236 ન્યૂઝીલેન્ડ ઝિમ્બાબ્વે હરારે
230 શ્રીલંકા ઇંગ્લેન્ડ કોલંબો


ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં હાઈએસ્ટ પાર્ટનરશીપ:

 • 284 : હેડ/ વોર્નર vs પાકિસ્તાન, એડિલેડ, 2017
 • 260 : સ્મિથ/વોર્નર v અફઘાનિસ્તાન, પર્થ, 2015
 • 258* : ફિન્ચ/વોર્નર v ભારત, મુંબઈ, 2020*

વોર્નર સૌથી ઝડપી 5 હજાર રન કરનાર બેટ્સમેનની સૂચિમાં ચોથા સ્થાને
વોર્નરે વનડેમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તે આ સૌથી ઝડપી પાંચ હજાર રન પૂરા કરનાર બેટ્સમેનની સૂચિમાં ચોથા સ્થાને છે. વોર્નરે 115 ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન અચીવ કર્યો છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલાએ 101 ઇનિંગ્સમાં, વિન્ડીઝના પૂર્વ બેટ્સમેન વિવિયન રિચાર્ડસ અને વિરાટ કોહલીએ 114 ઇનિંગ્સમાં 5 હજાર રન પૂરા કર્યા હતા.

ભારતે ઓસ્ટ્રેલિયાને 256 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતે મુંબઈના વાનખેડે ખાતેની પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 256 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ ઇન્ડિયા 49.1ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓપનર શિખર ધવને સર્વાધિક 74 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન ફિફટી મારી શક્યું ન હતું. લોકેશ રાહુલે 47, ઋષભ પંતે 28 અને રવિન્દ્ર જાડેજાએ 25 રન કર્યા હતા. રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેય અનુક્રમે 10, 16 અને 4 રને આઉટ થયા હતા. કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 3 વિકેટ, જયારે કેન રિચાર્ડસન અને પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી હતી.

છેલ્લી સાત ઇનિંગમાં ચોથા ક્રમે કોહલી:

 • રન: 62
 • એવરેજ: 10.33
 • હાઈએસ્ટ: 16

આ રીતે પડી ભારતની વિકેટ:
1) રોહિત 10 રને સ્ટાર્કની બોલિંગમાં મીડ-ઓફ પર ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો.
2) રાહુલ 47 રને અગરની બોલિંગમાં કવર્સ પર સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો.
3) ધવન 74 રને કમિન્સની બોલિંગમાં મીડ-ઓફ પર અગરના હાથે કેચ આઉટ થયો હતો
4) કોહલી ઝામ્પાની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો. તેણે 14 બોલમાં 16 રન કર્યા હતા.
5) ઐયર 4 રને સ્ટાર્કની બોલિંગમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો.
6) જાડેજા 25 રને રિચાર્ડસનની બોલિંગમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો.
7) પંત 28 રને કમિન્સની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર ટર્નરના હાથે કેચ આઉટ થયો હતો.

8) ઠાકુર 13 રને સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

9) કુલદીપ 17 રને સ્મિથ દ્વારા રનઆઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાને પોઇન્ટ પરથી સીધો થ્રો માર્યો હતો.

10) શમી 10 રને રિચાર્ડસનની બોલિંગમાં કીપર કેરી દ્વારા કેચ આઉટ થયો હતો.


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ઇન્ડિયા સામેની પ્રથમ વનડેમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે.

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ (કેપ્ટન) સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, એસ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એસ્ટન અગર, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન અને એડમ ઝાંપા

X
ફિન્ચ-વોર્નરે સતત પાંચમી મેચમાં ભારત સામે 50+ રનની ભાગીદારી કરી છે.ફિન્ચ-વોર્નરે સતત પાંચમી મેચમાં ભારત સામે 50+ રનની ભાગીદારી કરી છે.
લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત ઋષભ પંતની જગ્યાએ વિકેટકીપિંગ કરી રહ્યો છે.લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત ઋષભ પંતની જગ્યાએ વિકેટકીપિંગ કરી રહ્યો છે.
First ODI LIVE / Australia won the toss against India and took the bowling
First ODI LIVE / Australia won the toss against India and took the bowling
ધવન અને રાહુલે બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી.ધવન અને રાહુલે બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી.
First ODI LIVE / Australia won the toss against India and took the bowling
રોહિતનો કેચ પકડ્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો વોર્નર.રોહિતનો કેચ પકડ્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો વોર્નર.
આરોન ફિન્ચ અને વિરાટ કોહલી. -ફાઈલ ફોટોઆરોન ફિન્ચ અને વિરાટ કોહલી. -ફાઈલ ફોટો

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી