ઇંગ્લેન્ડની વિકેટકીપર સારાહ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડની વિકેટકીપર સારાહ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ડિપ્રેશનનો સામનો કર્યા પછી ટેલર રમતને પહેલાની જેમ એન્જોય કરી શકતી ન હોવાથી તેણે આ નિર્ણય લીધો છે. ટેલરે કહ્યું કે, મારા માટે આ નિર્ણય લેવો અઘરો હતો પરંતુ મારા સ્વાસ્થ્ય માટે આ સાચું પગલું છે. હું ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ, મારા પરિવાર અને તમામ ફેન્સનો આ જર્નીમાં મારો સાથ આપવા બદલ આભાર માનું છું.


30 વર્ષીય ટેલરે 2006માં ઇંગ્લેન્ડ માટે ડેબ્યુ કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ માટે 226 મેચમાં 6553 ઇન્ટરનેશનલ રન કર્યા છે અને તે સાથે જ સ્ટમ્પ પાછળ રેકોર્ડ 232 શિકાર કર્યા છે. તેણે કહ્યું કે, ઇંગ્લેન્ડ માટે રમવું, એશિઝ જીતવી અને લોર્ડ્સ ખાતેની વર્લ્ડ કપ ફાઈનલ મારા જીવનની શ્રેષ્ઠ મોમેન્ટ્સ રહી છે. ઇંગ્લિશ વુમન્સ ટીમનું ભવિષ્ય સારું છે અને હું તેમને આવનારા સમય માટે શુભકામના પાઠવું છું.