ટેસ્ટ / જો રૂટે કિવિઝ સામે હેમિલ્ટનમાં બેવડી સદી મારી, ન્યૂઝીલેન્ડની ધરતી પર આવું કરનાર પ્રથમ વિદેશી કેપ્ટન બન્યો

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પ્રથમ ઇનિંગ્સમાં 226 રન બનાવ્યા.
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પ્રથમ ઇનિંગ્સમાં 226 રન બનાવ્યા.

  • ઇંગ્લેન્ડના જો રૂટ અને ઓલી પોપે સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 193 રનની પાર્ટનરશીપ કરી
  • પોપના આઉટ થયા પછી અન્ય બેટ્સમેન 21 રન જ જોડી શક્યા

Divyabhaskar.com

Dec 02, 2019, 01:43 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટન ખાતે સીરિઝની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કપ્તાન જો રૂટે બેવડી સદી મારી હતી. સોમવારે મેચના ચોથા દિવસે તે 226 રન બનાવીને આઉટ થયો હતો. તે સાથે જ રૂટ કિવિઝની ધરતી પર બેવડી સદી મારનાર પ્રથમ વિદેશ કેપ્ટન બન્યો છે. આ તેના કરિયરની ત્રીજી અને વિદેશમાં પહેલી બેવડી સદી છે. મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડ 476 રનમાં ઓલઆઉટ થયું હતું. મહેમાન ટીમે અંતિમ 5 વિકેટમાં 207 રન જોડ્યા હતા. રૂટ અને ઓલી પોપે છઠ્ઠી વિકેટ માટે 193 રનની પાર્ટનરશીપ કરી હતી. પોપ 75 રને આઉટ થયો હતો. આ તેના કરિયરની પહેલી ફિફટી હતી.

છેલ્લા ચાર બેટ્સમેન 21 રનમાં આઉટ
પોપ અને રૂટની જોડી તૂટતાં જ ઇંગ્લેન્ડની ઇનિંગ્સ તરત સમાપ્ત થઇ ગઈ હતી. પોપ આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 455/6 હતો. તે પછી છેલ્લા ચાર બેટ્સમેન 21 રનમાં આઉટ થઇ ગયા હતા. રૂટના રૂપમાં ઇંગ્લેન્ડની સાતમી વિકેટ પડી ગઈ હતી. તેણે 441 બોલમાં 22 ચોક્કા અને 1 છગ્ગો માર્યો હતો.

મેચનો સ્કોર
કિવિઝ પ્રથમ દાવમાં 375 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 476 રન ફટકાર્યા હતા. ચોથા દિવસના અંતે કિવિઝે 2 વિકેટે 96 રન કર્યા હતા. તે ઇંગ્લેન્ડથી 5 રન પાછળ છે. કેન વિલિયમ્સન 37 અને રોઝ ટેલર 31 રને અણનમ છે. પહેલ ટેસ્ટ કિવિઝે એક ઇનિંગ્સ અને 65 રને જીતી હતી.

X
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પ્રથમ ઇનિંગ્સમાં 226 રન બનાવ્યા.ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પ્રથમ ઇનિંગ્સમાં 226 રન બનાવ્યા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી